મુખ્યમંત્રીને લોસ એન્જેલસની મુલાકાત માટે અમેરિકન રાજદૂતનું નિમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત USA ના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટી એ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે માર્ચ-ર૦ર૩માં USAના ભારતસ્થિત રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે.

ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ યુ.એસ અને ભારત વેપાર-વણજના દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઇકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારૂં કામ કરી શકે તેમ છે તેવી અપેક્ષા દર્શાવી હતી.
US ના રાજદૂતએ ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઇમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોસ એન્જેલસની મુલાકાત લેવા પણ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં વાતચીત દરમ્યાન જણાવ્યું કે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. US અને ગુજરાત વચ્ચે લાંબાગાળાના સંબંધો નિયમીત સંવાદ અને ઉચ્ચસ્તરીય જોડાણોની ગતિથી વધુ વિસ્તર્યા છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ સૌને સાથે રાખીને વિકાસ માર્ગે ચાલવાની 'વસુધૈવ કુટુંબકમ'ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાવના આ સૌજ્ન્ય મુલાકાત બેઠકથી સાકાર થશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ૧૪ ટકાનું યોગદાન આપે છે તથા વિશ્વનો સૌથી મોટો ૩૦ ગીગાવોટનો સોલાર એન્ડ વિન્ડ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ અમેરિકન કંપનીઓને સ્વચ્છ ઊર્જા, ગ્રીન મોબિલીટી તેમજ ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ, ગ્રીડ ઇન્ટીગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે રિન્યુએબલ એનર્જી સ્પેસમાં સહયોગ અને રોકાણોની તકો શોધવા ઇંજન પાઠવ્યું હતું.
એટલું જ નહિ, મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એવા ગિફટ સિટીમાં અમેરિકન ફિનટેક કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી જેવા સેક્ટર્સમાં તકો શોધવા આમંત્રિત કરી હતી.
આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તથા યુ.એસ રાજદૂતાવાસના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
