ગુજરાતમાં માવઠાનો માહોલ, આ જિલ્લાઓ પર વધારે જોખમ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. મહેસાણાના વિસનગર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડતા ઠંડીના જોરમાં પણ વધારો જોવા મળ્યો છે.

કચ્છના નારાયણ સરોવર અને પાનધ્રો સહિત બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. થરાદ અને વાવ પંથકમાં વરસાદી માહોલ જામતા તાપમાનમાં ઘટાડો થયો છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે.
માવઠાના કારણે રાયડો, જીરું અને ઈસબગુલ જેવા શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ખેતરમાં કાપણી કરીને તૈયાર રાખેલા ઘઉં અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગુરુવારે મોડી સાંજે મહેસાણા અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઠંડી વચ્ચે પડેલા આ વરસાદની અસર પડોશી રાજ્ય રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ માવઠા બાદ રાજ્યમાં હજુ પણ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગે બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારો માટે કમોસમી વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. ડાયરેક્ટર એ.કે. દાસના મતે ૨૬ જાન્યુઆરી સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
