Gujarat Assembly Election: લોકશાહીના મહા પર્વમાં પોતાનું અમુલ્ય યોગદાન નોધાવતા તાપી જિલ્લાના જાગૃત દિવ્યાંગ મત
ભારતના ચૂંટણી પંચે લોકશાહીના અવસરને પર્વ સમાન ઉજવણીનું આહવાન કર્યું. લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.ત્યારે આજે તાપી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈ પોતાના મતાધિકા
ભારતના ચૂંટણી પંચે લોકશાહીના અવસરને પર્વ સમાન ઉજવણીનું આહવાન કર્યું. લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.ત્યારે આજે તાપી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈ પોતાના મતાધિકારની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમાં પોતાનું અમુલ્ય યોગદાન નોધાવ્યું હતું.

તાપી જિલ્લામાં દિવ્યાંગ મતદારોમાં કુલ ૧૫૨૦ દિવ્યાંગ પુરૂષ મતદારો અને ૧૪૯૫ દિવ્યાંગ મહિલા મતદારો મળીને કુલ ૩૦૧૫ દિવ્યાંગ મતદારો છે. જે પૈકી શારિરીક અશક્ત મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા,મતદાન મથક ઉપર રેમ્પની સુવિધા,ખાનગી વાહનોની સુવિધા, મતદાન મથકના સ્ટાફ દ્વારા મદદ જેવી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં દિવ્યાંગ દ્વારા સંચાલિત યુનિક મતદાન મથકો ઉભા કરાયા હતા જે પૈકી ૧૭૧-વ્યારા સીટ ઉપર ૭૪-વ્યારા-૧૬ ગોરૈયા ખાતે અને ૧૭૨-નિઝર સીટ ઉપર સોનગઢ ખાતે ૨૧૯-સોનગઢ-૨ ખાતે દિવ્યાંગ (PWD) સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકની વિશેષતા એ હતી કે, ચૂંટણી તંત્રના દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓ દ્વારા સંચાલિત આ મતદાન મથકો વિશેષ આકર્ષણરૂપ રહ્યા હતા. ગોરૈયા મતદાન મથકના અધિકારી બિપિનભાઇ ચૌધરીએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદાન મથક સંચાલન કરી ગૌરવની લાગણી અનુભવું છું. અને અમારા મતદાન મથક ઉપર તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે એવી અપેક્ષા રાખું છું.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
