કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર PDEU ગાંધીનગર ખાતે ઇનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટરની મુલાક
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચેંદ્રશેખરે ગુજરાતના સ્ટાર્ટઅફ ઇકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકારની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. અને આ ક્ષેત્રમાં થઇ રહેલી કામગીરીના વખાણ પણ કર્યા હત
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચેંદ્રશેખરે ગુજરાતના સ્ટાર્ટઅફ ઇકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકારની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. અને આ ક્ષેત્રમાં થઇ રહેલી કામગીરીના વખાણ પણ કર્યા હતા.

પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સીટી (PDEU), ગાંધીનગર ખાતે આવેલી ઇનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટરની આજે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મુલાકાત લીધી હતી જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે ૨૬ જેટલાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની વિગતો મેળવી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ PDEUના મારૂતિ સેન્ટર ઓફ એકસેલન્સની મુલાકાત કરી વિગતો પણ મેળવી હતી.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે PDEU ખાતે ઉપસ્થિત સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓને સંબોધતા કરતા કોંગ્રેસને આડે હાથ લીધઈ હતી. અને જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ભારતમાં crony capitalism, nepotism, ભ્રષ્ટાચાર, સરકારી કામમાં શિથિલતા જોવા મળતી હતી
ભારતની સર્વાંગી પ્રગત્તિ માટે સ્કિલ ઈન્ડિયા મિશન, મેઈક ઈન ઈન્ડિયા, ન્યૂ એજ્યુકેશન પોલિસી-2020 સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે.
ડિજિટલ ઈન્ડિયા-ટેકનોલોજી દ્વારા નાગરિકોના જીવન પદ્ધતિ અને વહીવટી તંત્રમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. DBT દ્વારા સરકારની તમામ યોજનાઓના નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થાય છે તે ડિજિટલ ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં ઈકોનોમીના વિકાસ માટે યુવાઓની સામેલગીરી વધે અને ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટી, ESDM, Big Data Analysis, IoT, Block Chain, 3D printing & modelling , Robotics, Drone technology જેવા ક્ષેત્રોમાં વધુ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન થાય એ આજની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. કોરોના મહામારી બાદ આત્મનિર્ભર ભારતના અભિયાન થકી ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
આ પ્રસંગે જીતુ વાઘાણી જણાવ્યુ હતુ કે,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ૨૪ કલાક સંશોધન કરી શકે તે માટે એક સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે સાચાં અર્થમાં બદલાઈ રહ્યું છે, ભારતની તાકાત આજે સમગ્ર વિશ્વ સ્વીકારતુ થયું છે. ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
