અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ ભરવો પડશે ટોલટેક્સ, વધારાનો એક ટોલગેટ પણ ઉમેરાશે
Ahmedabad-Rajkot Highway Toll-Tax: રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બે ટોલ બંધ થશે અને ત્રણ નવા બનશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં કિમી મુજબ ટોલટેક્સમાં ફેરફારનો નિર્ણય કરવાના કારણે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ બે ટોલનાકા બંધ થશે અને ત્રણ ટોલનાકા શરૂ થશે.
આ નિર્ણયના પગલે રાજકોટ-સૌરાષ્ટ્રથી ગાંધીનગર-અમદાવાદ જનાર હજારો વાહન ચાલકોને વધારાનો ખર્ચ આવશે. સૂત્રો મુજબ જૂલાઈ 2003માં રાજકોટ-અમદાવાદ ફોર લેન 369 કરોડના ખર્ચ બનાવવામાં આવ્યો હતો.

આ ખર્ચની વસૂલાત કરવા માટે ચોટીલા નજીક બામણબોર અને લીંબડી પછી બગોદરા પાસે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા. વાહનચાલકો પાસેથી માત્ર 10 વર્ષ સુધી જ ટોલ વસુલવાની જોગવાઈ કર્યા બાદ પણ સરકાર દ્વારા ટોલ વસૂલવાનું ચાલુ રાખી કરોડો રૂપિયાની કમાણી કરી છે.
હાલમાં ટોલટેક્સ કિમી મુજબ વસૂલવાની કાર્યવાહી તૈયારી કરવામાં આવતા બામણબોર અને બગોદરાનું ટોલનાકું બંધ કરવામાં આવશે. રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, 2018થી રાજકોટ-અમદાવાદ સિક્સલેન બનાવવામાં આવતા હવે જૂના ટોલનું સ્થળ પણ બદલવામાં આવશે.
હાલમાં રાજકોટ-અમદાવાદ વચ્ચે બે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે. તેની મુદત આગામી માર્ચ-2025માં પૂરો થાય છે. 1 એપ્રિલથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ત્રણ ટોલનાકામાં વાહન ચાલકોએ ટોલટેક્સ આપવો પડશે.












Click it and Unblock the Notifications
