આજે અમદાવાદ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે

પ્રતિષ્ઠીત મેયરપદ માટે ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેયર અસીત વોરા અને ડેપ્યુટી મેટર દર્શનાબહેન વાધેલાની મુદ્દત 30મી એપ્રિલે પૂર્ણ થાય છે. હવે બાકીના અઢી વર્ષ માટે મેયર પદ મહિલા માટે અનામત હોવાથી સત્તાધારી ભાજપના કોઈ મહિલા કોર્પોરેટરની નિમણૂંક થશે.
આ મહત્વકાંક્ષી પદ માટે ભાજપના પ્રતિભાબહેન જૈન, મિનાક્ષીબહેન પટેલ, બિજલબહેન પટેલ, નંદીનીબહેન પંડયાના નામો સંભવિત તરીકે ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયરપદે અનામત કેટેગરીના કોઈ કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા છે. ડેપ્યુટી મેયરપદ માટે વસંત પરમાર, મહાદેવ દેસાઈ, રમેશ દેસાઈના નામો સંભવિત તરીકે ચર્ચામાં છે.
અલબત્ત સોમવારે રાત્રે ભાજપ હાઈકમાન્ડની બેઠક મળી હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આથી આજે તેની સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ પૂરી કરવાની રહેશે.
મેયર અને ડેપ્યુટી મેયરની ચંટણીમાં કોંગ્રેસ પક્ષે મેયરપદ માટે વિધીબહેન વાજા અને ડેપ્યુટી મેયરપદ માટે અતુલ પટેલને ઊભા રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જો કે હાલમાં ભાજપના 151 કોર્પોરેટરોની સામે કોંગ્રેસના 38, અપક્ષ બે અને એનસીપીના એક કોર્પોરેટર હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
