ઠગ કિરણ પટેલને ગુજરાત લવાયો, મોરબીના વેપારી સાથે કરી હતી છેતરપિંડી
મહાઠગ કિરણ પટેલનું નામ ભાગ્યે જ કોઇનાથી અજાણ્યું હશે. આ એજ કિરણ પટેલ છે જેના પર વડાપ્રધાન કાર્યાલયના એક અધિકારી બનીને ઠગી કરવાના આરોપને કારણે 2 માર્ચના રોજ શ્રીનગરના એક લક્ઝરી હોટલમાંથી ઝડપાયા હતા. જે બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે, અને હવે સાતમા મામલે તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, કિરણ પટેલને ગુરુવારના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શાખા દ્વારા સ્થળાંતર વોરંટ પર જમ્મુ કાશ્મીરના શ્રીનગરની એક જેલમાંથી ગુજરાત લાવવામાં આવ્યો હતો. કિરણ પટેલની સામે આ સાતમી એફઆઇઆર છે, આ મામલે પોતાને ક્લાસ વન અધિકારી જણાવીને કથિત રીતે છેતરપિંડી આચરી હતી.

ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલ માર્ચમાં જમ્મુ કાશ્મીરમાં ધરપકડ કર્યા બાદ સંબંધિત સમયે નેશનલ મીડિયામાં ચર્ચામાં આવ્યો હતો. પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, શુક્રવારની બપોરે બે કલાકે તેને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ બીજીવાર છે, જ્યારે કિરણ પટેલને સ્થળાંતર વોરંટ ઇશ્યું કરી જમ્મુ કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવ્યો હોય.
ક્રાઇમ બ્રાન્ચની એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆર અનુસાર, શહેરના ઘોડાસર વિસ્તારના રહેવાસી ભરત પટેલ પાસેથી 42.86 લાખની છેતરપીડિં કરવામાં આવી હતી. એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર, જ્યારે કિરણ પટેલે એક વર્ષ પહેલા મોરબીમાં એક ફેક્ટરી બનાવવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે કિરણ પટેલે તેનો પીએમઓ અધિકારી તરીકે સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેણે સરકાર સંબંધીત દસ્તાવેજો અને મંજૂરીઓ મેળવી આપશે, તેમ જણાવ્યું હતું.
જાણો શું છે સમગ્ર મામલો?
ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, પટેલ દંપતીએ તેમના રૂપિયા 15 કરોડના બંગલા પર અતિક્રમણ કર્યું છે. માલિનીએ આ કેસમાં ધરપકડ ટાળવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ચાવડાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પટેલ દંપતીએ પોતાને પીએમઓના અધિકારી ગણાવીને છેતરપિંડી અને ધમકીઓ આપી હતી. ચાવડાની ફરિયાદ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ચાવડાએ ઓગસ્ટ 2022માં કિરણ પટેલને આ મામલે કોર્ટ નોટિસ મોકલી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ચાવડાએ જણાવ્યું હતું કે, જો પોલીસે તે સમયે કાર્યવાહી કરી હોત તો ઘણા લોકો છેતરપિંડીમાંથી બચી શક્યા હોત. પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરતા જગદીશ ચાવડાએ પટેલ દંપતીને બંગલો રિનોવેશન માટે આપ્યો હતો. આ માટે કેટલીક રકમ પણ ચૂકવવામાં આવી હતી. એક દિવસ તેમને ખબર પડી કે, આ બંગલા પર કિરણ પટેલે પોતાનું બોર્ડ લગાવ્યું છે.
કાશ્મીરમાં PMOના નામે છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપાયેલા કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નડિયાદમાંથી ધરપકડ કરી છે. માલિની અને કિરણ પટેલ પર અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલો બંગલો હડપ કરવાનો આરોપ હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
