મારી દિલ્હીની બહેનો તમારી રક્ષા કાજે તમારો ભાઇ આવી રહ્યો છે...
અમદાવાદ, 23 ઑગસ્ટ : મિત્રો આપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્યારેકને ક્યારેક સાંભળ્યા જ હશે. નરેન્દ્ર મોદીની બોલવાની છટા અને લોકોને વિશ્વાસમાં લેવાની કળા તેમને દરેક નેતાઓથી જુદા તારવે છે. જ્યારે પણ તેઓ ભાષણ કરવાના હોય તો તેમને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડે છે. અને ટેલિવઝન પર પણ તેમનું સંબોધન ચાલતું હોય તો લોકો તેમના એક એક શબ્દો ધ્યાનથી સાંભળે છે. એક શબ્દમાં કહીએ તો લોકો મોદીમય બની જાય છે. યુવાનોમાં મોદી આજે સૌથી લોકપ્રિય નેતા છે. અહીં સુધી બાળકો પણ તેમના વક્તવ્યોથી પ્રભાવિત છે. મિત્રો અહીં વાત કરવાની છે મણિનગરના 'છોટા નરેન્દ્ર મોદી'ની...
અમદાવાદના મણિનગરમાં રહેતા 4 વર્ષના આરવ નાયકનું સપનું હતું કે તે નરેન્દ્ર મોદી બને અને તે નરેન્દ્ર મોદીની જેમ જ સ્ટેજ પરથી વિકાસની વાતો કરે અને ભાષણ આપે. આરવ 3 વર્ષનો હતો ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હતો, અને ટીવી પર દિવસ રાત નરેન્દ્ર મોદીના ભાષણો સાંભળવા મળતા હતા. ત્યારથી જ આરવ નરેન્દ્ર મોદી બનીને તેમની છટાથી ભાષણો કરે છે. માત્ર ચાર વર્ષના આરવને મોદીની જેમ દિલધડક ભાષણ કરતા સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જાય છે.
આરવ નાયક હાલમાં નેલસન અંગ્રેજી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. પરંતું છેલ્લા એક વર્ષથી તેમણે નરેન્દ્ર મોદી બનીને સ્ટેજ પરથી ઘણી વખત ભાષણો આપ્યા છે, અને તેણે અત્યાર સુધી 5 જેટલા જુદા જુદા પુરસ્કારો પણ મેળવ્યા છે. 15 મી ઑગસ્ટના રોજ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા તેને મોદીના ભાષણ બદલ પ્રમાણપત્ર પણ એનાયાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત સર્કલ હેડ ઓફ રિલાયંસ કમ્યુનિકેશન દ્વારા પણ સમ્માનવામાં આવ્યો હતો.
જેના કારણે હવે સૌ તેને છોટા નરેન્દ્ર મોદી તરીકે જ ઓળખવા લાગ્યા છે. મણિનગરના એલ.જી ગ્રાઉન્ડમાં યોજાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રણ હજારની ભીડ સામે તેણે ભાષણ આપ્યું હતું, જેના બદલ તેને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. શાંતિ જુનિયર સ્કૂલમાં પબ્લીક સ્પિકિંગ ડે પર પણ તેને દમદાર ભાષણ આપવા બદ સમ્માન મળ્યું હતું. એટલું જ નહી અમદાવાદના મેયર અસીત વોરાને પણ તેણે નરેન્દ્ર મોદી બનીને પોતાની સ્પીચ સંભળાવી હતી.
આરવના પિતા પંકજ નાયક રિલાયંસ કમ્યુનિકેશનમાં કસ્ટમર કેરમાં નોકરી કરે છે. જ્યારે આરવની માતા ઘરે ટીફિન સર્વિસ ચલાવે છે. આરવના માતા-પિતાને તેની પર ગૌરવ છે કે તે આટલી નાની ઉંમરમાં આટલું સરસ અને ભયમુક્ત વક્તવ્ય આપી શકે છે, તે ભવિષ્યમાં મોટું નામ કમાય તેવા અમારા આશિર્વાદ છે. આરવના પિતાએ જણાવ્યું કે 'યુટ્યૂબ પર તેને વીડિયો અપલોડ કર્યા પછી તેમને ખૂબ બધા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા છે. લોકોએ આરવની પ્રતિભાના ખૂબ વખાણ કર્યા છે, અને જણાવ્યું કે તે આગળ જઇને ચોક્કસ કંઇક બનીને બતાવશે.'
શ્વેત રંગનો ઝભ્ભો-લેંગો અને ખભે કેસરીઓ ભાજપી ખેસ નાખીને જ્યારે છોટા નરેન્દ્ર મોદી ભારત માતા કી જય બોલાવે છે ત્યાં જ સૌનું ધ્યાનાકર્ષિત કરી લે છે. તે પોતાના ભાષણમાં અદ્દલ નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના વિકાસની વાત કરે છે અને જણાવે છે કે 'ભાઇઓ અને બહેનો આપના ગુજરાતનો વિકાસ કરવાનો છે, ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડવાના છે.. V for Vikas.. V for Vishwas.. V for Vijay.. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો આ નરેન્દ્ર નરેન્દ્ર મોદી કોઇનો પૈસો ખાતો નથી અને ખાવા દેતો નથી... મારી દિલ્હીની બહેનો તમે ચિંતા ના કરતા તમારા રક્ષણ માટે તમારો ભાઇ આવી રહ્યો છે... તમારો ભાઇ આવી રહ્યો છે....'
રુંવાડા ઉભા કરતા 'છોટા નરેન્દ્ર મોદી'ને સાંભળવો જ રહ્યો.. જુઓ વીડિયો...

Chhota Narendra Modi
મિત્રો આપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્યારેકને ક્યારેક સાંભળ્યા જ હશે. નરેન્દ્ર મોદીની બોલવાની છટા અને લોકોને વિશ્વાસમાં લેવાની કળા તેમને દરેક નેતાઓથી જુદા તારવે છે. જ્યારે પણ તેઓ ભાષણ કરવાના હોય તો તેમને સાંભળવા માટે હજારોની ભીડ ઉમટી પડે છે. અને ટેલિવઝન પર પણ તેમનું સંબોધન ચાલતું હોય તો લોકો તેમના એક એક શબ્દો ધ્યાનથી સાંભળે છે. એક શબ્દમાં કહીએ તો લોકો મોદીમય બની જાય છે. યુવાનોમાં મોદી આજે સૌથી લોકપ્રિય નેતા છે. અહીં સુધી બાળકો પણ તેમના વક્તવ્યોથી પ્રભાવિત છે. મિત્રો અહીં વાત કરવાની છે મણિનગરના 'છોટા નરેન્દ્ર મોદી'ની...

Chhota Narendra Modi
અમદાવાદના મણિનગરમાં રહેતા 4 વર્ષના આરવ નાયકનું સપનું હતું કે તે નરેન્દ્ર મોદી બને અને તે નરેન્દ્ર મોદીની જેમ જ સ્ટેજ પરથી વિકાસની વાતો કરે અને ભાષણ આપે.

Chhota Narendra Modi
આરવ 3 વર્ષનો હતો ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હતો, અને ટીવી પર દિવસ રાત નરેન્દ્ર મોદીના ભાષણો સાંભળવા મળતા હતા. ત્યારથી જ આરવ નરેન્દ્ર મોદી બનીને તેમની છટાથી ભાષણો કરે છે. માત્ર ચાર વર્ષના આરવને મોદીની જેમ દિલધડક ભાષણ કરતા સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જાય છે.

Chhota Narendra Modi
આરવ નાયક હાલમાં નેલસન અંગ્રેજી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. પરંતું છેલ્લા એક વર્ષથી તેમણે નરેન્દ્ર મોદી બનીને સ્ટેજ પરથી ઘણી વખત ભાષણો આપ્યા છે, અને તેણે અત્યાર સુધી 5 જેટલા જુદા જુદા પુરસ્કારો પણ મેળવ્યા છે. 15 મી ઑગસ્ટના રોજ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા તેને મોદીના ભાષણ બદલ પ્રમાણપત્ર પણ એનાયાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત સર્કલ હેડ ઓફ રિલાયંસ કમ્યુનિકેશન દ્વારા પણ સમ્માનવામાં આવ્યો હતો.

Chhota Narendra Modi
મણિનગરના એલ.જી ગ્રાઉન્ડમાં યોજાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રણ હજારની ભીડ સામે તેણે ભાષણ આપ્યું હતું, જેના બદલ તેને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. શાંતિ જુનિયર સ્કૂલમાં પબ્લીક સ્પિકિંગ ડે પર પણ તેને દમદાર ભાષણ આપવા બદ સમ્માન મળ્યું હતું. એટલું જ નહી અમદાવાદના મેયર અસીત વોરાને પણ તેણે નરેન્દ્ર મોદી બનીને પોતાની સ્પીચ સંભળાવી હતી.

Chhota Narendra Modi
આરવના પિતા પંકજ નાયક રિલાયંસ કમ્યુનિકેશનમાં કસ્ટમર કેરમાં નોકરી કરે છે. જ્યારે આરવની માતા ઘરે ટીફિન સર્વિસ ચલાવે છે. આરવના માતા-પિતાને તેની પર ગૌરવ છે કે તે આટલી નાની ઉંમરમાં આટલું સરસ અને ભયમુક્ત વક્તવ્ય આપી શકે છે, તે ભવિષ્યમાં મોટું નામ કમાય તેવા અમારા આશિર્વાદ છે. આરવના પિતાએ જણાવ્યું કે 'યુટ્યૂબ પર તેને વીડિયો અપલોડ કર્યા પછી તેમને ખૂબ બધા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા છે.

Chhota Narendra Modi
શ્વેત રંગનો ઝભ્ભો-લેંગો અને ખભે કેસરીઓ ભાજપી ખેસ નાખીને જ્યારે છોટા નરેન્દ્ર મોદી ભારત માતા કી જય બોલાવે છે ત્યાં જ સૌનું ધ્યાનાકર્ષિત કરી લે છે. તે પોતાના ભાષણમાં અદ્દલ નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના વિકાસની વાત કરે છે અને જણાવે છે કે 'ભાઇઓ અને બહેનો આપના ગુજરાતનો વિકાસ કરવાનો છે, ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડવાના છે.. V for Vikas.. V for Vishwas.. V for Vijay.. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો આ નરેન્દ્ર નરેન્દ્ર મોદી કોઇનો પૈસો ખાતો નથી અને ખાવા દેતો નથી..

છોટા નરેન્દ્ર મોદી
આરવનું સ્ટેજ પર્ફોમન્સ.

છોટા નરેન્દ્ર મોદી
શ્વેત રંગનો ઝભ્ભો-લેંગો અને ખભે કેસરીઓ ભાજપી ખેસ નાખીને જ્યારે છોટા નરેન્દ્ર મોદી ભારત માતા કી જય બોલાવે છે ત્યાં જ સૌનું ધ્યાનાકર્ષિત કરી લે છે.
છોટા નરેન્દ્ર મોદીનું ભાષણ
છોટા નરેન્દ્ર મોદીનું દમદાર ભાષણ...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
