જળાશયોમાં પાણીની દૈનિક આવક-જાવકની સચોટ માહિતી માટે ‘ઓપન સોર્સ ટૅક્નોલોજી સોફ્ટવેર’
ગુજરાતમાં 'ઇજનેરી કૌશલ્ય'નું ઉત્તમ ઉદાહરણ એટલે ગાંધીનગર સ્થિત 'મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ'. જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના સતત માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ અંતર્ગત મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિત કુલ ૨૦૭ જળાશયોનું રોજે-રોજ અદ્યતન કોમ્યુનિકેશન-ટૅક્નોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવામાં આવે છે. મહત્તમ જળ સંગ્રહ થાય તે હેતુથી રાજ્યભરમાં ડેમ સાઇટથી લઇ ક્ષેત્રીય કચેરીઓ, પૂર નિયંત્રણ એકમો અને ગાંધીનગરમાં મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ-ફ્લડ કંટ્રોલ સેલ સતત કાર્યરત છે.

ચોમાસા પૂર્વેની તૈયારી રૂપે રાજ્યભરમાં કુલ ૩૭૩ વાયરલેસ સ્ટેશનો સ્થાપવામાં આવે છે જ્યારે મુખ્ય બંધો માટે કુલ ૧૪ સેટેલાઇટ ફોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમરજન્સીની સ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને ક્ષેત્રિય પૂર નિયંત્રણ એકમો વચ્ચે ૧૨ હોટલાઇનની વ્યવસ્થા કાર્યરત છે. જેના દ્વારા રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે પળે પળના ખબરથી રાજ્ય સરકારને અપડેટ રાખે છે. આ સિવાય ચોમાસા પૂર્વે તૈયારીના ભાગ રૂપે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન યોજના (ચેતવણી વ્યવસ્થા) અને વિશેષ ટેલીફોન ડિરેક્ટરી તૈયાર કરીને પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે.
જળાશયોમાં પાણીની દૈનિક આવક-જાવકની સચોટ માહિતી માટે 'ઓપન સોર્સ ટૅક્નોલોજી સોફ્ટવેર':
પાણીની આવક અને જાવકની સચોટ માહિતી રોજે રોજ મળી રહે તે માટે 'ઓપન સોર્સ ટેક્નોલોજી' ઓનલાઇન સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. રોજે-રોજ નિયત સમય અનુસાર અહેવાલો પણ ત્વરીત નિર્ણય અર્થે ઉપલબ્ધ કરવામાં આવે છે, જેનાથી ડેમનું લેવલ, ડેમ પરનો વરસાદ તથા પાણીની આવક અને જાવકની રાબેતા મુજબ રોજે-રોજ ડેમ સાઇટ પરની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા એન્ટ્રી કરાવીને તેના રીપોર્ટ મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ દ્વારા ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવે છે. ઉપરાંત જળ સંપત્તિ મંત્રીશ્રી અને સંબંધિત અધિકારીઓને રોજે-રોજની સ્થિતિએ તેમના મોબાઈલમાં જ નક્શા, બંધોની સ્થિતિ અને અગત્યની ચેતવણીઓ મળી રહે તે માટે 'રીયલ ટાઇમ ડેટા એન્ટ્રી' અને 'મોબાઇલ એપ્લિકેશન' પણ વિકસાવવામાં આવી છે.
ત્રણ પાળીમાં ૨૪ X ૭ સતત મોનિટરિંગ: સવારની પાળીમાં યુવા મહિલા ઇજનેરોની ટીમ ફરજ પર:
ચોમાસા દરમિયાન જુન થી ઓકટોબર મહિનામાં મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ ખાતે ત્રણ પાળીમાં ૨૪ X ૭ કામગીરી કરવામાં આવે છે. જેમાંથી સવારની એક પાળીનું સંચાલન યુવા મહિલા ઇજનેરોની ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં ૨૦૬ જળસંપત્તિ વિભાગના જળાશયો અને સરદાર સરોવર જળાશય એમ કુલ ૨૦૭ જળાશયોના પાણીનું વર્તમાન સ્તર, આજનો અને કુલ વરસાદ, આવક, જાવક (કેનાલ-નદી)ની ક્ષેત્રિય ડેમ સાઇટ દ્વારા કરવામાં આવતી એન્ટ્રીઓની ચકાસણી કરીને સવારના ૮.૦૦ કલાકે અને ભારે વરસાદના સમયે સાંજે ૪.૦૦ કલાકે અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.
આ વિવિધ અહેવાલ રોજે રોજ વિસ્તારવાર, જિલ્લાવાર, સંગ્રહેલ જથ્થો અને ચેતવણી સંદેશ આપે છે. વધુમાં, વરસાદ પહેલાનો તપાસ અહેવાલ ટૅક્નોલોજીના માધ્યમથી તૈયાર કરી ઇજનેરોની સુગમતા માટે જળાશય ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પર અનેક પ્રકારની માહિતી સાથે ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
