રાજ્ય સરકાર દિવાળીએ વધારાની 1 કિલો ખાંડ-1 લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરશે!

વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે, જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

jitu vaghani

વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે, જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ ૧ કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે ૧૫ રૂપિયા અને ૨૨ રૂપિયા પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ ૧ લીટર સીંગતેલ ૧૦૦ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ડિસેમ્બર-૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-૨૦૨૨ માસ માટે ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૧ કિલો ઘઉં તથા ૪ કિલો ચોખા મળી કુલ ૫ કિલો અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.૧૫/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવ્યુ છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X