પ્રધાનમત્રી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો સંભવિત જાહેર સભાનો કાર્યક્રમ આગામી 31 મી ઓક્ટોબરના રોજ યોજવાનો હોય હાલ તંત્ર દ્વારા સભા સ્થળ તેમજ હેલીપેડ સ્થળ તેમજ પાર્કિંગ સ્થળની સાફ-સફાઈ તેમજ રં

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો સંભવિત જાહેર સભાનો કાર્યક્રમ આગામી 31 મી ઓક્ટોબરના રોજ યોજવાનો હોય હાલ તંત્ર દ્વારા સભા સ્થળ તેમજ હેલીપેડ સ્થળ તેમજ પાર્કિંગ સ્થળની સાફ-સફાઈ તેમજ રંગ રોગાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ બોડેલી પાસે આવેલા ખાંડીવાવ પાસેના કકરોલીયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની વિશાળ લગભગ ૧૦ થી ૧૨ એકર જેટલી જગ્યામાં સંભવિત 31મી ઓક્ટોબરના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

NARMADA MODI

પાછલા દસ દિવસથી બોડેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સભાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યાં પણ હેલીપેડથી લઈ સભા સ્થળની જમીનોની સાફ-સફાઈ તેમજ રોડ વગેરેની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ કોઈ કારણોસર બોડેલી ખાતેની સભા મુલતવી રહી હતી અને બોડેલીને આસપાસના લોકોને જણાવવામાં આવ્યું હતું કે, બોડેલીની સભા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં ગમે ત્યારે પણ બોડેલી ખાતે સભા યોજાશે તેમ જાણવા મળ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ બોડેલી પાસે કકરોલીયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલના મેદાનમાં સંભવિત 31 ઓક્ટોબરના રોજ યોજાશે તેમ જાણવા મળ્યું હતું આ અંગે છોટા ઉદેપુર તેમજ પંચમહાલ જિલ્લા કલેકટર તેમજ ડીએસપી સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા ગતરોજ સભાસ્થળની મુલાકાત લઇ આજરોજ સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડી દીધું હતું અને વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X