Weather Alert : કાતિલ ઠંડીની વચ્ચે ભારે કમોસમી વરસાદની આગાહી, 15 ફેબ્રૂઆરી સુધી ખેડૂતો સાવચેત રહે
Weather Alert : ચાલી રહેલા ફેબ્રૂઆરી મહિનામાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે કાતિલ ઠંડીની વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી એટલે કે, 11 ફેબ્રૂઆરીથી બાંગ્લાદેશ પર એક મોટુ ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે, જેની સીધી અસર ભારતના રાજ્યો પર થવા જઈ રહી છે. આ ચક્રવાતને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અને વાતાવરણમાં પલ્ટો પણ જોવા મળી શકે છે.
બાંગ્લાદેશમાં ચક્રવાત અને બંગાળની ખાડીમાં ઉદભવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. ત્યારે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ભારે વાવાઝોડુ અને વરસાદની શકયતાને લઈને IMDએ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશમાં 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે. દરમિયાન. 11-13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જારી કરેલા એલર્ટ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે છે. દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. IMD અનુસાર, હિમાયલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે.

15 કિમી પ્રતિકલાકની પવનની ગતિ રહેશે
આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
23 ફેબ્રૂઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે
8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
