ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધોળકામાં પોલીસ સ્ટેશન બિલ્ડીગનુ લોકાર્પણ કરશે
રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

તે ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી મંત્રીશ્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના ધારાસભ્યઓ તેમજ અમદાવાદ રેન્જ આઈ.જી. વી. ચંન્દ્રશેખર ઉપસ્થિત રહેશે.
તો બીજી તરફ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના ૨૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલ તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે લોકાર્પણ કરાશે. ઉપરાંત મંત્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવશે. જેમાં સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ, મેયરશ્રી, આઈ.પી.એસ હસમુખ પટેલ, આઈ.પી.એસ આર. બી. બ્રહ્મભટ્ટ, આઈ.પી.એસ ડો. પી. કે. રોશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
