તહેવાર પહેલા રાજ્ય સરકાર મધ્યમ અને ગરીબ પરીવારને સસ્તુ સિંગતેલ આપશે

રાજ્યના ગરીબ પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે રૂ.૯

રાજ્યના ગરીબ પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે રૂ.૯૭ પ્રતિ લિટરની સબસીડી આપશે : મંજૂર કરાયેલ બજેટ જોગવાઇ રૂ.૯૮ કરોડમાં રૂ.૨૬ કરોડનો વધારાનો બોજ ઉમેરી કુલ રૂ.૧૨૪ કરોડની સબસિડી રાજ્ય સરકાર ભોગવશે.

Bhupendra Patel

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો એટલે કે ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકોના ૩.૫ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુભાઇ દેસાઇના વડપણ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ.૯૭ પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા ૩.૫ કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કાર્ડ દીઠ ૧ લિટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉમેર્યુ કે, ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમ્યાન ૧ લીટર રીફાઇન્ડ કપાસિયા તેલનું રૂ.૭૦ પ્રતિ લીટરની સબસિડી ભોગવીને રૂ.૯૩/- પ્રતિ લીટરના રાહતદરે વિતરણ કરવામાં આવ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X