રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરતી રાજ્ય સરકારે તેમના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી રૂ.૬ લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ. ૬ લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેમ આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે.

કેન્દ્ર સરકારની વર્ષ ૨૦૧૦થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ. ૨.૫૦ લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા (સિલીંગ લિમીટ) ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી. તે ઉપરાંત કેન્દ્ર સરકારની તા.૦૧/૦૪/૨૦૨૨થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.૬ લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.૨.૫૦ લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.૧ લાખની રકમની ટોચ મર્યાદામાં (સિલીંગ લિમીટ) શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે.
કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદા(સિલીંગ લિમીટ)થી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજુર થયા પ્રમાણે આપવાની રહેશે. તે ઉપરાંત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (FRC)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલ રૂ.૬ લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવાની રહેશે. પરંતુ જે અભ્યાસક્રમોમાં ફી રૂ. ૬ લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
