અમિત શાહની ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર કબજો કરવા કાર્યકર્તા સાથે બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો કરી હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમજ ઉત્તર ગુજરાતના પ્ર

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો કરી હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમજ ઉત્તર ગુજરાતના પ્રભારી રજની પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 8 જિલ્લાની 32 કબેઠકોમાથી વધુમાં વધુ બેઠકો જીતવા માટે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ચૂટણીના ચાણક્ય દ્વારા ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યુ હતુ.

AMIT SHAH

ઉત્તર ગુજરાત સાથે કચ્છ જિલ્લના કાર્યકર્તા અને હોદ્દેદારો આ બઠકમાં હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભૂત્વ છે. જેમા 2017ની ચૂંટમીમાં કોગ્રેસ અને ભાજપને 15-15 બેઠકો મળી હતી. 2022ની ચૂંટણીમાં ગુજરાતમા ભાજપ 150 બેઠકો કરતા વધારે બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ઉત્તરગુજરાતમાં ગાઁધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણી, મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઝોન વાઇઝ બેઠકો કરી રહ્યા છે. જેમા આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસને ગુજરાત વિધાનસભાની ચૂટણી પહેલા મહત્વની માનવામાં આવે છે કેમ કે, 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માધવસિંહ સોલંકીના 150 બેઠકો જીતીને રેકોર્ડ તોડવા માંગે છે.

કેન્દ્રીય મત્રી અમિત શાહ સાથે આ બેઠકમાં ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ઉત્તર ગુજરાતના પ્રભારી રજની પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા 2022 નૂી ચૂંટણી દિવાળી બાદ કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. આ પહેલા ભાજપ દ્વારા સંખ્યાબંધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેમા વિકસાયાત્રા 182 બેઠકો પર ફરી ચૂકી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મોટા ભાગની બેઠકો પર સભા કરી ચૂક્યા છે. ત્યાર બાદ અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બાગદોર પોતાના હાથમા લઇ લીધી છે. અને ગુજરાતને ચાર ઝોનમાં વહેચીને ઝોન વાઇઝ કાર્યકર્તાો શાથે બેઠકો કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X