મુખ્યમંત્રીએ ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના ઇ-તકેદારી પોર્ટલનું લોન્ચિંગ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૩ની ઉજવણી નિમિત્તે ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના ઇ-તકેદારી પોર્ટલનું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યું હતું.
આ સાથે જ તેમણે નિવારાત્મક તકેદારી અને ઇજનેરી કામોમાં ન્યાય સહાયક વિજ્ઞાનનો ઉપયોગ વિષય પરની કાર્યશાળાનો પણ શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસ માટેના સરકારના પ્રયાસોની સફળતા આડે ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે. સરકારે કરપ્શન સામે ઝીરો ટોલરન્સ નિતી અપનાવી છે.
Say No To Corruptionના સંદેશને દોહરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર નિર્મૂલનથી રાષ્ટ્રને સમર્પિત થઈએ, વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ.
અપરાધીઓ તો દરરોજ, દર મહિને ગેરરીતીના નવા રસ્તા શોધે જ છે, પરંતુ આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવાનું છે. એટલું જ નહિ, સમાજને પણ સતર્ક અને સજ્જ કરવાનો છે.
આના માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે. આજની આ કાર્યશાળા અને ઈ-તકેદારી પોર્ટલ જેવી નવતર પહેલ પણ આ જ દિશામાં મજબૂત અને મક્કમ પગલું પૂરવાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો.
ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએની થીમ સાથે તકેદારી આયોગ દ્વારા આયોજિત સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૩ અંતર્ગત આજે ઈ-તકેદારી પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ કરી શકશે, સાથે જ તેમની ફરીયાદનું ટ્રેકિંગ પણ જાતે જ કરી શકશે.
આ પોર્ટલથી ઈ-સરકારના માધ્યમ થકી આયોગ, સરકારી વિભાગો અને નાગરિકો વચ્ચે એકીકૃત રીતે કાર્યવાહી થવાથી નાગરિકો તેમની ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે તથા આયોગ અને સરકારી વિભાગોની કક્ષાએ અસરકારક રીતે પ્રક્રિયા હાથ ધરાશે.
નુકશાન થતા પહેલા જ કોઇપણ તૃટી શોધવામાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી વિજ્ઞાન તેમજ આધુનિક ટેકનોલોજીથી મદદરૂપ થઇ શકે તે માટે ઈજનેરી કાર્યોમાં નિવારાત્મક તકેદારી અને ફોરેન્સીક સાયન્સના ઉપયોગ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગથી સતર્કતા વધુ સુદૃઢ બને તે માટે ગુજરાત વિજિલન્સ કમિશને જે પહેલ કરી છે, તે પ્રસંશાને પાત્ર છે. ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ગુનાની તપાસ-શોધ માટે તો થાય જ છે, પરંતુ ગુનો જ ન થાય, ગુના બનતા અટકે તે માટે પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સનો ઉપયોગ એક નવતર અભિગમ છે.
ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ટેક્નલોજીના ઉપયોગ સાથે ગુનાની તપાસ-શોધ અને તે બનતા અટકે તે માટે આજની કાર્યશાળામાં માહિતી આપવામાં આવી છે. જેનાથી અનિયમિતતાઓ, ખામીઓની શોધ માટે સતર્કતાનું મહત્ત્વ પણ દર્શાવાયું છે. આ માહિતી કાર્યશાળાના પ્રતિભાગીઓને ઉપયોગી બનશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
