મુખ્યમંત્રીએ શીલજ ગામે ઘાટલોડિયા વિધાનસભા પરિવાર સાથે બેસીને "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જન-જન સુધી પહોંચવા 1 ઓક્ટોબર 2014 વિજયાદશમીના દિવસે 'મન કી બાત' કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 'મન કી બાત' થકી નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત' ના 100માં ઐતિહાસિક કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં. અને વિવિધ રાજ્યોના નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, 'મન કી બાત' દેશવાસીઓની સકારાત્મકતાનું એક અનોખું પર્વ બની ગયું છે.
તેમણે કહ્યું હતું કે, 'મન કી બાત' જે વિષય સાથે જોડાણું એ જનઆંદોલન બની ગયું અને તમે લોકોએ બનાવી દીધું. મારા માટે 'મન કી બાત' એ ઈશ્વર રૂપી જનતા જનાર્દનના પ્રસાદની થાળી જેવો છે. તેમણે ઉમેર્યું હતું કે, 'મન કી બાત' એ મારા માટે આધ્યાત્મિક યાત્રા બની ગઇ છે. 'મન કી બાત' એ સ્વ થી સ્મિષ્ટિની યાત્રા છે. 'મન કી બાત' એ અહમ્ થી વયમ્ ની યાત્રા છે.
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું કે, 'મન કી બાત' એ મને સામાન્ય માણસ સાથે જોડાવાનું પ્લેટફોર્મ આપ્યું. આ ઉપરાંત 'મન કી બાત' એ કોટિ કોટિ ભારતીયોની મન કી બાત છે. તેમની ભાવનાઓનું પ્રકટીકરણ છે.
તેમણે કહ્યું હતું કે, મને અતૂટ વિશ્વાસ છે કે, સામુહિક પ્રયાસોથી મોટામાં મોટો બદલાવ લાવી શકાય છે. આ વર્ષે આપણે આઝાદીના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ અને G-20 ની અધ્યક્ષતા પણ નિભાવી રહ્યા છીએ.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા કોર્પોરેટરશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
