બસના ડ્રાઇવરને આવ્યો હાર્ટ અટેક, બસ ગાડીના શો રુમાં ઘુસી, મોટી જાનહાની ટળી
ચાલુ બસે ડ્રાઈવરને હાર્ડ એટેક આવતા બસ કારના શો રૂમ સાથે અથડાઈ હતી. એટેક આવતા ડ્રાઈવરનું મોત થયુ હતું.
ભાવનગર : ભાવનગરમાં બસના ડ્રાઇવરને હાર્ટઅટેક આવતા બસ ગાડીના શો રૂમમાં ઘશી ગઇ હતી. બસ સુરતથી ભાવનગર વહેલી સવારે પહોચી હતી. બસના ડ્રાઇવરને હાર્ટ અટેક આવતા તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે પાર્ક કરેલા વાહનોને અડફેટે લાતા ટાટા શૉ રૂમના ઘુસી ગઇ હતી. જ્યાં ગાડીઓને નુક્સાન પહોચ્યુ હતુ. વહેલી સવારે રસ્તા પર કોઇ વાહન ચાલક ના હોવાને લીધે કોઇ વધારે જાન હાની થઇ ના હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે સુરત થી ભાવનગર આવતી અવધૂત ટ્રાવેલ્સ ની બસ શહેરના દેસાઈ નગર પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરને એકાએક હૃદય રોગનો હુમલો આવતા કાબુ ગુમાવતા બસ દેસાઈ નગર પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલા ત્રણ વાહનોને અડફેટે લઈ મારુતિ શોરૂમમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે રોડ ઉપર નહીવત ટ્રાફિક હોય મોટી જાનહાની ટળી છે. પરંતુ બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે શોરૂમમાં અને અન્ય વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. બનાવવાની જાન થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોના ટોળેટોળા બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.
વહેલી સવારે બનેલી એકાએક આ ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો .સવારે આ રોડપર ટ્રાફિક નહીવત હોય આથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકશાન થયું હતું આ ઘટનામાં બસ ચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો , ડ્રાઈવરને હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળપર જ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે , ડ્રાઈવરના મૂર્તદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો , આ ઘટનાની જાણ રાહદારીઓ - વાહન ચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા જેમાં ડી - ડીવીઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી . આ બનાવ અંગે વધુ વિગતો મેળવાય રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
