અંબાજી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મેળાના સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે ૨૪ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૦ સપ્ટેમ્બર
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે ૨૪ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે કલેકટરે સેવા કેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, સેવા સંઘોએ માઇભક્તોની ખુબ સરસ સેવા કરી છે. આ વખતે તંત્ર દ્વારા સફાઇ બાબતે ખુબ કાળજી રાખીને સ્વચ્છતા રાખવામાં આવી છે હજી પણ બે દિવસ સફાઇની કામગીરી સઘન રીતે કરીને અંબાજીના રસ્તાઓ અને અંબાજીને સ્વચ્છ, સુંદર બનાવી દેવાશે. તેમણે કહ્યું કે, સેવા કેમ્પોની સેવાભાવનાને નત મસ્તકે વંદન કરુ છું.
કલેક્ટરે કહ્યું કે મેળા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓની માઇભક્ત યાત્રિકોએ ખુબ સારી પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મા અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. આ પ્રસંગે અગ્રણી કે. સી. પટેલ, વહીવટદારશ્રી આર. કે. પટેલ સહિત ભાદરવી સંઘ સેવા કેમ્પોના સંચાલકો અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તોએ ગરબાની રમઝટ બોલાવી
આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે સાંજની આરતી પહેલાં માઇભક્તોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતા સેવા કેમ્પના આયોજકો માથે ગરબો લઇને ગરબે ઝુમ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
