મિત્રોએ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા કિશોરીનો આપઘાત
બાવળાની કિશોરીનો આપઘતમાતાના નામે લખી હતી સુસાઇડ નોટઆ અંગે વધુ વાંચો અહીં...
આજકાલ કિશોર અને કિશોરીઓ જે રીતે છૂટછાટના વાતાવરણમાં મળતા હોય છે તે બાબત ક્યારેક જીવલેણ પણ બની રહે છે, તેનું ઉદાહરણ અમદાવાદ નજીકના બાવળામાં જોવા મળ્યું હતું. બાવળામાં રહેતી ધો. 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરી પન્ના(નામ બદલ્યું છે) સાથે ટ્યુશનમાં આવતા ત્રણ સગીર છોકરાઓ તેને છેલ્લા થોડા દિવસથી હેરાન કરતા હતા. થોડા દિવસ પહેલા ત્રણમાંથી એક છોકરાએ પન્નાને ખોટું બોલીને બાવળા જી.ઈ.બી. પાસે મળવા બોલાવી હતી, જ્યાં અન્ય બે કિશોરોએ તે બંન્નેના ફોટા પાડી લીધા હતાં. ત્યાર બાદ આ ફોટા તે કિશોરીને મોકલ્યા હતા. કિશોરી ત્રણેય કિશોરોની લપમાંથી પીછો છોડાવવા ઘરમાંથી કીધા વિના જ મળવા માટે ગઈ હતી અને કિશોરોએ ફોટા પાડી લેતા તે ડરી ગઈ હતી.

આ કિશોરો ફોટાના મુદ્દે પન્નાને બ્લેકમેલ કરતા હતા અને મિત્રતા કરવા બળજબરી કરતા હતા. આ મુદ્દે કિશોરીનો ઝગડો થયો હતો. કિશોરીએ માતાને સમગ્ર ઘટનાથી અવગત કરી હતી. આથી કિશોરીના માતાએ ત્રણેય છોકરાઓનો ઉધડો લીધો હતો અને તેમ છતાં આ કિશોરો પન્નાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા હતા. આ દરમિયાન કિશોરીએ ગુરૂવારે આત્મહત્યા કરી લીધી હતી. કિશોરીએ તેની મમ્મીને ઉલ્લેખીને સૂસાઇડ નોટ પણ લખી હતી, જે તેના રૂમમાંથી મળી આવી છે. ઘટનામાં બાવળા પોલીસે ત્રણે સગીરો સામે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણે સગીરોની ઇન્ડિયન પિનલ કોડ 305, 504 અને 114 અંતર્ગત ધરપકડ કરી હતી. આરોપીઓ સગીર હોવાથી તેમને જુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
