IndVNZ: 2જી ટી20 મેચ માટે રાજકોટ પહોંચી ટીમ ઇન્ડિયા

ભારત અને ન્યૂઝિલેન્ડની ટી20 ની બીજી મેચ રાજકોટમાં રમાવાની છે. આ મેચ માટે ભારતીય ટીમ શુક્રવારે રાજકોટ ખાતે આવી પહોંચી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

4 નવેમ્બરના રોજ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી20 મેચ રમનાર છે. આ બંને દેશો વચ્ચેની ત્રણ ટી20 સીરિઝની આ બીજી મેચ રાજકોટમાં રમાશે. આ માટે દિલ્હીથી રવાના થયેલ ટીમ ઇન્ડિયા શુક્રવારે રાજોકટ આવી પહોંચી હતી. હોટલ ફોર્ચ્યુન દ્વારા ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની, કપ્તાન વિરોટ કોહલી, રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ થતા હોટલ બહાર લોકોની ભીડ જામી હતી.

Indian Cricket Time

આ ટી20 સીરિઝની પહેલી મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે રમાઇ હતી, જેમાં ભારતે ન્યૂઝિલેન્ડને 53 રનથી માત આપી હતી. આ મેચ બાદ જ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલરે આશિષ નેહરાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. આ પહેલાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલ ત્રણ મેચની વન ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ બે મેચ જીતી સીરિઝ પોતાને નામ કરી હતી. ટી20 સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયા પોતાની વિજયગાથા આગળ વધારવાનો પૂરો પ્રયત્ન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X