H1N1ના ભય હેઠળ ગુજરાત, એકનું મોત, હજારો વકિલો રજા પર
અમદાવાદ, 5 માર્ચ: હાલમાં રાજ્ય સ્વાઇન ફ્લૂના કારણે ભયના ઓથાર નીચે છે. ચોતરફ આપને લોકો પોતાના મોઢા પર સ્વાઇન ફ્લૂથી બચવા માટે માસ્ક પહેરીને ફરતા જોવા મળશે, એટલો સૌમાં સ્વાઇન ફ્લૂનો ડર ઘર કરી ગયો છે. જોકે સ્વરક્ષણ માટે આ પ્રિકોશન લેવું જરૂરી પણ છે. ઠેરઠેર ઉકાળા પણ પીવડાવવામાં આવી રહ્યા તેમ જ લોકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં રાજકોટમાં આજે સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો સારવાર હેઠળ છે.
અમદાવાદ સહિત રાજકોટમાં સ્વાઇન ફલૂના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, આ સાથે જ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 40 થઈ ગઇ છે. જ્યારે આજે સવારે વોર્ડમાં કુલ 52 જેટલા દર્દીઓ દાખલ થયા હતાં.

રાજકોટમાં આજે સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો સારવાર હેઠળ છે. રાજકોટના ફાળદંગ ગામના બાબુભાઇ રામાણીનું અત્રેની હોસ્પિટલમાં ગઇકાલે મૃત્યુ થયું હતું. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, જેના કારણે ડોક્ટરો અને નર્સો પણ ઓછા પડી રહ્યા છે. હાલમાં રાજકોટની હોસ્પિટલમાં 40 જેટલા દર્દીઓ સ્વાઇન ફ્લૂ પોઝિટીવ છે.
ઠેરઠેર માસ્ક વિતરણ કાર્યક્રમ
સ્વાઇન ફ્લૂના ભરડામાંથી બહાર આવવા અને વધુમાં વધુ લોકો તેનો ભોગ ના બને તેના માટે ઠેર ઠેર લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળી જગ્યાએ માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તેમજ હોસ્પિટલોમાં લોકોને ઉકાળા પીવડાવવાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.
સ્વાઇન ફ્લૂના ભયથી વકિલો રજા પર
અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂના ભયના કારણે અમદાવાદ જિલ્લાના લગભગ દસ હજાર જેટલા વકિલો પાંચ દિવસ માટે રજા પર ઉતરી ગયા છે. અમદાવાદ બાર એસોસીએશન દ્વારા આ અંગેનો એક ઠરાવ પસાર થયા બાદ મંગળવારે વકીલો સામુહિક રજા પર રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
