Swaminarayan sadhu controversy : સ્વામિનારાયણના વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈનું અપમાન કરતો વીડિયો વાયરલ
Swaminarayan sadhu controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાના કિસ્સાઓ સતત વધતા જાય છે. માતેલા સાંઢની જેમ આ સાધુઓ હવે મંચ પરથી બીજા દેવી દેવતાઓના સતત અપમાન કરી રહ્યાં છે.
હવે આવો જ એક વધુ વિવાદ મોરબીના હળવદમાં સામે આવ્યો છે. અહીં રણમલપુર ગામે ચાલી રહેલી કથામાં રણજીતગઢ હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ સ્વામીએ ચારણબાઈને લઈને વિવાદિત ટિપ્પણી કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્વામી ચારણદબાઈ માટે અપમાનજનક વાત કરતા જોવા મળી રહ્યાં છે.
વાયરલ વીડિયોમા્ં સ્વામી એક વ્યક્તિના રોગ વિશે વાત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક વ્યક્તિને રોગ થતાં તેના સસરાએ ચારણબાઈ પાસેથી મંત્ર લખેલો પાળો આપ્યો હતો. આ પાળાને દોરામાં બાંધીને સસરાએ જમાઈને પહેરાવ્યો.
આ દરમિયાન સ્વામિનારાયણ ભગવાન દર્શન આપવા આવ્યા પરંતુ ગળામાં પાળો જોયા બાદ પાછા જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે પાળાના કારણે તેઓ પાછા ફરી ગયા અને વ્યક્તિને સલાહ આપી કે તે પાળો દૂર કરી મંદિરમાં આવે, જેથી તેની સમસ્યા દૂર થઈ શકે.
સ્વામીના આ નિવેદનને લઈને લોકોમાં ભારે રોષ છે. ચારણબાઈ વિશે કરાયેલી આ ટિપ્પણી આગળ જતા મોટો વિવાદ સર્જી શકે છે. શાસ્ત્રવિદોએ પણ આ પ્રકારની ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને લોકો સ્વામી વિરુદ્ધ આક્રોશ વ્યકત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુઓએ બીજા દેવી દેવતાઓનું અપમાન કર્યુ હોય. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે.
હાલમાં જ જ્ઞાનપ્રસાદ નામના એક સ્વામીએ બફાટ કરતા જલારામ બાપા પર હલકી કક્ષાની ટિપ્પણી કરી હતી, જેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્વામિનારાયણના સાધુઓના આવા બફાટને કારણે લોકોમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. આવા વિવાદિત નિવેદનો ધાર્મિક સમાજમાં વિખવાદ પેદા કરી શકે છે.
આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શું સ્પષ્ટતા આપવામાં આવશે અને આ મામલે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
