સૂર્ય નમસ્કાર મહા અભિયાન: યોગ સ્પર્ધાનું આયોજન કરી અપાશે 2 કરોડથી વધુ રકમના ઇનામો
Surya Namaskar Maha Abhiyan: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે 1 જાન્યુઆરી 2024 સુધી યોજાશે. જે અંતર્ગત આજે 6 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધાનું રજિસ્ટ્રેશન ઓનલાઇન લિંકના માધ્યમથી કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજિસ્ટ્રેશન લિંકનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે 2 કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે.
આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન અંતર્ગત 6 થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેનું રજિસ્ટ્રેશન ઓનલાઇન લિંકના માધ્યમથી કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા 6 થી 12 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. 15 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા, 19 ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા સ્પર્ધા, 24 ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને 29 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.
મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂપિયા 101, તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જૂથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂપિયા 1000 તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂપિયા 21000 દ્રિતિય ભાઇ અને બહેનને રૂપિયા 15000 અને તૃતિય ભાઇ અને બહેનને રૂપિયા 11000 રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
મંત્રીએ વધુ મહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂપિયા 250000, દ્રિતીય ભાઇ અને બહેનને રૂપિયા 175000 અને તૃતિય ભાઇ અને બહેનને રૂપિયા 100000 રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધા પૂર્ણ થયા બાદ તારીખ 1 જાન્યુઆરી, 2024ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.
આ સાથે 1 જાન્યુઆરી દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ 190 જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાશે.
અત્રે નોંધનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા સમગ્ર વિશ્વના નાગરિકોની આરોગ્ય સુખાકારીના ઉમદા હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂરી મળતા સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, નાગરિકો યોગ કરતા થાય, નાગરિકો નિરોગી રહે અને સમગ્ર ગુજરાતમાં યોગમય માહોલ ઉભો થાય તેમજ યોગ પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે તે ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
