Surendranagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: સુરેન્દ્રનગર રિઝલ્ટ, ચંદુ શિહોરા Vs ઋત્વિક મકવાણા
Surendranagar Lok Sabha Result Live in Gujarati: સુરેન્દ્રનગર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા ત્યારે લોકસભા સીટ પણ ભાજપના હાથમાં જ રહે તે સ્પષ્ટ છે. સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ 7 વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાંઃ- વિરમગામ, ધંધુકા, દસાડા, લિંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા સામેલ છે.

1962માં પહેલીવાર સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસના ઘનશ્યામભાઇ ઓઝા ચૂંટાઈને સંસદભવન પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 8 વખત સુરેન્દ્રનગર સીટ જીતી છે. જ્યારે ભાજપે માત્ર 6 વખત જ સુરેન્દ્રનગર સીટ જીતી છે.
લોકસભા ચૂંટણી 2004માં ભાજપના સોમાભાઈ પટેલ 48.15 ટકા વોટશેર સાથે ચૂંટાયા હતા અને પછી તેમણે પક્ષપલટો કરી 2009માં કોંગ્રેસ પાર્ટી તરફથી સોમાભાઈ પટેલ 42.25 ટકા વોટશેર સાથે ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં જનતાએ પક્ષપલટુ સોમાભાઈ પટેલને ઝડબાતોડ જવાબ આપ્યો અને 56 ટકા વોટ ભાજપને આપી તેમના ઉમેદવાર દેવજીભાઈ ફતેપરાને સંસદ ભવન સુધી પહોંચાડ્યા હતા. 2019માં ભાજપના ડૉ મહેન્દ્ર મુંજપારા 58.63 ટકા વોટશેર સાથે ચૂંટાયા હતા.
લોકસભા ચૂંટણી 2024માં ભાજપે સુરેન્દ્રનગરથી ચંદુભાઇ શિહોરાને જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી હતી. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં કૂલ 20 લાખ 33 હજાર 419 મતદારો નોંધાયેલા છે જેમાંથી 55.09 ટકા એટલે કે 11 લાખ 20 હજાર 128 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. Surendranagar result live અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
8:38 AM - સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા આગળ ચાલી રહ્યા છે.
8:53 AM- સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી મહત્વના સમાચાર, ચોટીલાના મતગણતરી કેન્દ્રમાં ઈવીએમ મશિનમાં એરર આવી, ચૂંટણી પંચે ઈવીએમ અલગ રાખ્યું અત્યારે મતગણતરી ખોરવાઈ.
9:43 AM - સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ચંદુભાઇ શિહોરા 23162 મતથી આગળ .
11:16 AM - સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા 71585 મતે આગળ. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ને મળેલ મત 2,03,300, કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને મળેલ 1,31,715 મત મળ્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
