સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર, જાણો કેમ?
ગુજરાતમાં તબીબી દુનિયામાં ફરીથી હંગામાનો માહોલ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે.
હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવતા સર્જરી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ છે.

અહેવાલો અનુસાર, વિવાદની શરૂઆત દર્દી અને તબીબો વચ્ચેની બોલાચાલીથી થઈ હતી. હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક દર્દીએ ડૉક્ટરો સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી હતી. આ બાબતે તબીબોએ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) નો સંપર્ક કર્યો હતો.
જો કે, CMO અને ડૉક્ટરો વચ્ચે જ આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યુ છે. ડૉક્ટરોનો આરોપ છે કે CMO દ્વારા તેમને અસંતોષકારક અને અયોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી.
આ વિવાદના પગલે ગુસ્સે ભરાયેલા રેસિડેન્ટ ડૉક્ટરોએ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરની બહાર જ વિરોધ શરૂ કરી દીધો હતો. તેમણે 108 એમ્બ્યુલન્સ મારફતે આવતા ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશતા રોક્યા હતા, જેના કારણે અનેક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
