બિલકિસ બાનોની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, વારંવારની અરજી પર જજ થયા નારાજ, જાણો શું કહ્યુ
સુપ્રીમ કોર્ટ બિલકિસ બાનોની વારંવારની અરજી પર નારાજ થઈ. સીજેઆઈએ ગુસ્સે થઈને કહ્યુ કે આ વાતનો વારંવાર ઉલ્લેખ કરવો યોગ્ય નથી.
બિલકિસ બાનો સાથે ગેંગરેપ અને પરિવારના 7 લોકોની હત્યા કરનાર 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ મુક્ત કરી દીધા હતા. દોષિતોની વહેલા મુક્તિ મામલે પીડિતા બિલકિસ બાનોએ આના વિરુદ્ધ અરજી કરી હતી પરંતુ અરજી માટે કરવામાં આવેલ ઘણા લિસ્ટિંગ અનુરોધોને પ્રત્યે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો માટે હાજર રહેલા વકીલને ઠપકો આપીને સીજેઆઈ વાય વી ચંદ્રચૂડે કહ્યુ કે જ્યારે કોર્ટે આ મામલાને આગલા દિવસે જ સૂચિબદ્ધ કર્યો ત્યારે વારંવાર આવી અપીલ કરવાનો શું અર્થ છે. મહેરબાની કરીને એક જ વાતનો વારંવાર ઉલ્લેખ ના કરો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બેલા એમ. ત્રિવેદીએ ગઈ કાલે જ બિલકિસ બાને દ્વારા દાખલ અરજીની સુનાવણી કરવાથી પોતાને અલગ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રમખાણોના આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમના વતી એડવોકેટ શોભા ગુપ્તા કેસનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે બિલકિસની અરજી ગઈ કાલે નોંધવામાં આવી હતી પરંતુ તેની સુનાવણી ક્યારે થશે તે હજુ નક્કી નથી. એક ન્યાયાધીશે આ કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા છે. જ્યારે તેમણે સીજેઆઈ ચંદ્રચૂડની સામે વારંવાર આ કહ્યુ ત્યારે એ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યુ કે વારંવાર આ કહેવાનો અર્થ શું છે. આ એક ટ્વિસ્ટેડ દલીલ છે.
નોંધનીય છે કે વર્ષ 2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ તેમના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી 2008ના રોજ 11 દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તે પછી બૉમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેમની સજાને અકબંધ રાખી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
