હાર્દિક પટેલના રોડ શો પર બાપુનગરમાં થયો પથ્થરમારો, ભાજપ-પાસ સામ સામે
પાટીદાર નેતા હાર્દિક પટેલની રેલી પર બાપુનગરમાં થયો પથ્થરમારો. ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારપીટ પણ થઇ. વધુ વાંચો અહીં.
સોમવારે, પાટીદાર નેતા હાર્દિક પટેલે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે બાપુનગર ખાતે હાર્દિક પટેલના રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે જ ભાજપ અને પાસના કાર્યકર્તાઓ સામ સામે આવી મારપીટ કરી હોવાની જાણકારી પણ મળી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રોડ શો કરી રહ્યો હતો ત્યારે આ ઘટના થઇ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના બાપુનગરમાં ભાજપ ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલય પર રોડ શો પર પથ્થરમારો કરતા ભાજપ-PAASના કાર્યકરો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

હાર્દિક પટેલે આજે ઘાટલોડિયા અને નારણપુરામાં પણ રોડ શો કર્યો હતો. નોંધનીય છે કે ઘાટલોડિયા ભૂતપૂર્વ સીએમ આનંદી બેન પટેલ અને નારણપુરા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે આ પથ્થરમારા પછી બંન્ને પક્ષોનો હાલ એકબીજા પર વાંક નીકાળી રહ્યા છે. જો કે પોલીસે સ્થિતિ સાંભળવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં હાર્દિક પટેલ હાલ જે રોડ શો કર્યો છે તે માટે તેને તંત્ર તરફથી પરવાનગી નથી મળી. પણ તેમ છતાં તે આ રોડ શો કરી રહ્યો છે. આ માટે પોલીસે તેની સામે ફરિયાદ પણ નોંધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
