ખેડા અને વડોદરામાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો, અનેક લોકો ઘાયલ
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ઉંધેલા ગામમાં સોમવારના રોજ નવરાત્રિના ગરબા કાર્યક્રમ દરમિયાન એક સમુદાયના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે.
ખેડ/વડોદરા : ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ઉંધેલા ગામમાં સોમવારના રોજ નવરાત્રિના ગરબા કાર્યક્રમ દરમિયાન એક સમુદાયના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરિફ અને જાહિર નામના બે લોકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો કરવાનું શરૂ કર્યું હતું અને થોડીવાર બાદ તમામે પથ્થરમારો શરૂ કર્યો હતો. જે કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે.

તમામ આરોપીઓની ઓળખ કરાશે : ખેડા DSP
આ ઘટના અંગે માહિતી આપતા ખેડા DSP રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ઓળખ થયા બાદ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સાવચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ
આ પથ્થરમારાની ઘટના બાદ ઉંધેલા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ગામમાં આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક વાહનને પણ નુકસાન થયું છે. ઉંધેલા ગામમાં હજૂ પણ વાતાવરણ તંગ છે. આ ઘટના બાદ ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વડોદરા જિલ્લામાં પણ પથ્થરમારાની ઘટના
ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં પણ ધાર્મિક ઝંડાને લગાવવા અંગે બે જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો હતો.
સાવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 40 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના શનિવારની રાત્રે ઘટી હતી, જ્યારે લોકોના એક જૂથે અન્ય સમુદાયના લોકો સામે વિરોધ કર્યો હતો, જેઓ ધમીજી કા ડેરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક પોલ પર તેમના ઝંડા સાથે ધાર્મિક ઝંડો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
