ગુજરાત ચુંટણી: આજે પણ સાંપ્રદાયિકતાના મુદ્દે વહેંચાયેલું છે ગોધરા

2002 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે ગોધરાની સીટ પર કોઇ મુસ્લિમ ઉમેદવારે ચુંટણીમાં ઝંપલાવ્યું નથી. શરૂઆતમાં છ મુસ્લિમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસના ધારાસભ્ય સી. કે રાઉલજી ટેકામાં તેમને પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યાં હતા. ગોધરાના 2.20 લાખ મતદોરોમાં 20 ટકા જેટલા મતદારો મુસ્લિમ સમુદાયના છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ ચરણના રેકોર્ડબ્રેક મતદાને લોકોની આંખો ફાડી નાંખી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ચાર ગામમાં મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં ગોધરા સળગતી બેઠક માનવામાં આવી રહી છે. અહીં મુસ્લિમ સમુદાયનું સંખ્યાબળ વધારે છે. નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતો મેળવવા માટે લોભામણી પદ્ધતિ અપનાવી. નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતોને મેળવવા માટે 'સદભાવના મિશન' દ્રારા પહેલ કરી પરંતુ મુસ્લિમ મતદારો 2002ના રમખાણો ભૂલી શક્યા નથી. અને નરેન્દ્ર મોદીને માફ કરવા માટે તૈયાર નથી.
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દોઢ સો કિલોમીટર દૂર આવેલા ગોધરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તથા વર્તમાન ધારાસભ્ય સી કે રાઉલજી સાથે આઠ ઉમેદવારોના નસીબનો ફેંસલો થશે. સી કે રાઉલજી ગોધરા વિધાનસભા સીટથી ત્રણ વખત 1990, 1995 અને 2007માં ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તેઓ ચુંટણીમાં ક્રમશ જનતા દળ, ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યાં છે. જ્યારે ગોધરાની સીટ પરથી ભાજપે સાંસદ પ્રભાતસિંહના પુત્ર પ્રવિણસિંહ ચૌહાણને ટિકીટ આપી છે.
2007માં આ જ બેઠક પર પિતા પ્રભાતસિંહ ચૌહાણની કોંગ્રેસના સી.કે.રાઉલજી સામે હાર થઈ હતી અને 2009ની લોકસભા ચૂંટણીમાં ગોધરા બેઠક પર શંકરસિંહ વાઘેલાને હરાવી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગોધરાકાંડ પછી યોજાયેલી 2002ની ચૂંટણીમાં ભાજપે ગોધરા બેઠક પર આયાતી ઉમેદવાર હરેશ ભટ્ટને ટિકીટ આપી હતી. હિન્દુત્વના મોજામાં તેઓ વિજયી થયા હતા.
પાંચ વર્ષ પૂરા થયા બાદ આ બેઠક પર ભાજપને સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવા આવ્યાં ન હતા. કાલોલ બેઠક પર પ્રભુત્વ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે 2007માં ગોધરા બેઠક પરથી ટિકીટ ફાળવી હતી. પણ તેઓ હારી ગયા હતા.
પ્રવિણસિંહ ચૌહાણના પિતાને ગોધરા બેઠક પરથી ભાજપે ટિકીટ ફાળવી આપતા પુત્ર પ્રવિણસિંહ ચૌહાણે કાલોલ બેઠક પર ભાજપ સામે અપક્ષ તરીકે ચુંટણી લડ્યાં હતા. પ્રભાતસિંહ ચૌહાણ ગોધરા બેઠક પરથી અને પ્રવિણસિંહ કાલોલ બેઠક પરથી હાર્યા હતા. આમ, પિતા-પુત્ર બંન્નેનો પરાજય થયો હતો. આ વર્ષે ભાજપે પુનઃ સાંસદ પ્રભાતસિંહના પુત્ર પ્રવિણસિંહને ગોધરા બેઠક પર કોંગ્રેસના સી.કે.રાઉલજી સામે મેદાનમાં ઉતાર્યા છે.
સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવિણસિંહ ભૂતકાળમાં દારૂના ગુનાઓમાં ઝડપાયેલ છે. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રવિણસિંહની બુટલેગર તરીકે છાપ હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
