Somnath Demolition : ગીર સોમનાથ ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જાણો સમગ્ર મામલો
Supreme Court On Somnath Demolition : સોમનાથ મંદિરની આસપાસની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી કે, હાલ જે ડિમોલિશન ચાલી રહ્યું છે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. જો કે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દીધો છે.

છેલ્લા ઘણાં સમયથી સોમનાથ મંદિર નજીક ગેરકાયદે બાંધકામનો રાફડોફાટી નીકળ્યો છે ત્યારે હવે ગુજરાત સરકાર આ ગેરકાયદેસર બાંધકામ સામે રાજ્ય સરકારે એક્શન હાથ ધરી છે અને સોમનાથ મંદિર નજીક બાંધકામ સામે ડિમોલિશન અભિયન ચલાવવામાં આવી રહ્યું છે.
આ ડિમોલેશન અભિયાન હેઠળ 57 એકર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના એક્શનથી ગેરકાયદે બાંધકામ કરનારામાં ફફડાટ ફેલાયો છે. સરકાર દ્વારા જે વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે તે વિસ્તારમાં લધુમતિ સમાજના અનેક ધાર્મિક સ્થળો અને રહેઠાણ આવેલા છે.
ગુજરાત સરકારના આ અભિયાનનો હાલ વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહો્ચ્યો છે. 25 ઓક્ટોબરે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી, જેના કારણે ગેરકાયદે દબાણ કરનારાઓનો વધુ એક ફટકો પડ્યો છે.
સુપ્રીમ કોર્ટેગેરકાયદે બાંધકામ દૂરક રવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તૃષાર મહેતાએ કોર્ટને ખાતરી આપતા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને મુક્ત કરવામાં આવેલી જમીન ગુજરાત સરકાર પાસે જ રહેશે અને જ્યાં સુધી કોઈ આદેશ ન થાય ત્યાં સુધી કોઈ અન્યને ફાળવવામાં નહીં આવે.
બીજી તરફ ઔલિયા-એ-દિન કમિટિ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે ગુજરાત હાઈકોર્ટના 3 ઓક્ટોબરના નિર્ણય સામે દાદ માંગી છે. જો કે, સોલિસિટર જનરલે કહ્યું કે, આ સરકારી જમીન છે.
ઓલિયા-એ-દીન કમિટિએ દલીલમાં ડિમોલિશન કાર્યવાહી વિરોધ કર્યો અને કમિટિના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે,જમીન કાયદાકીય અને ઐતિસાહિક દરજ્જાને માન આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી મનસ્વી છે. જે જમીન ગેરકાયદેસર હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે 1903ની છે અને નોંધાયેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
