સોલવન્ટ પ્લાન્ટમાં લાગી આગ, ફાયર સેફ્ટી ન હોવાથી આખી ફેક્ટરી આગમાં લપેટાઈ

ગુજરાતમાં વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં જયશ્રીએગ્રો ઈન્ડસ્ટ્રીના સૉલ્વન્ટ પ્લાન્ટમાં આજે આગ લાગી ગઈ. આ આગ એટલી ભીષણ હતી કે 6 કલાક બાદ પણ કાબૂ થઈ શકી નહિ.

ગુજરાતમાં વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં જયશ્રીએગ્રો ઈન્ડસ્ટ્રીના સૉલ્વન્ટ પ્લાન્ટમાં આજે આગ લાગી ગઈ. આ આગ એટલી ભીષણ હતી કે 6 કલાક બાદ પણ કાબૂ થઈ શકી નહિ. પ્લાન્ટમાં ભારે માત્રામાં જ્વલનશીલ કેમિકલ રાખ્યુ હોવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા નહોતી. જેના કારણે અગ્નિ વિકરાળ થતી ગઈ. ઝેરી ધૂમાડા અને જવાળાઓ દૂર-દૂર સુધી જવા લાગી. તેનાથી આસપાસની કંપનીઓ અને ગામલોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.

fire

જણાવવામાં આવી રહ્યુ છે કે આગ બુઝાવવા માટે એક લાખ લિટર પાણી અને 5 હજાર લિટર ફર્મનો ઉપયોગ કરવામાં આવ્યો. આ આગ શનિવારે સવારે પાંચ વાગ્યા આસપાસ લાગી હતી. સૂચના મળવાના થોડા સમય બાદ ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. એક કર્મી અનુસાર વાઘોડિયા, જીઆઈડીસીમાં શેડ નંબર 1043માં મોટી માત્રામાં કેમિકલ રાખ્યુ હતુ ત્યાં આગ લાગી.

અગ્નિકાંડથી આસપાસની કંપનીઓ અને ગ્રામીણોમાં દહેશત ફેલાઈ ગઈ. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ બુઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યુ. ત્યારે આ ચોંકાવનારી વાત સામે આવ કે આ પ્લાન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા નહોતી. આના કારણે પ્રશાસન તેને સીલ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X