ગુજરાતમાં બનેલો ભારતનો સૌથી મોટું સોલાર પાવર પ્લાન્ટ
ગાંધીનગર, 28 જૂનઃ વિકાસ અને ટેક્નિકની દ્રષ્ટિએ જોવામાં આવે તો ગુજરાત, ભારતમાં સૌથી આગળ વધતું રાજ્ય છે, જ્યાં મોટાભાગના ક્ષેત્રોમાં નવી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતના પાટણ જિલ્લામાં ચારણકા ગામથી લગાવી શકાય છે, જ્યાં ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ લાગેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2010ના રોજ આ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. આ સોલાર પાવર પ્લાન્ટ 5000 એકરમાં બનેલું છે.
જે 500 મેગાવોટ સુધી વિજળીનું ઉત્પાદન કરી શકે છે. જો દેશના કુલ પાવર પ્લાન્ટ્સમાં ઉત્પાદિત થતી વિજળી પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતમાં દેશની 66 ટકા સોલાર પાવર એનરજી જનરેટ થાય છે. સોલાર ઉપરાંત પ્લાન્ટમાં પવન ઉર્જાથી પણ વિજળી બનાવી શકાય છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ સોલાર પાવર પ્લાન્ટ અંગે.

ગુજરાત સોલાર પાવર પ્લાન્ટ
આખા દેશની કુલ સૌર ઉર્જાનો 66 ટકા ભાગ ગુજરાતના સોલાર પ્લાન્ટમાંથી મળે છે.

500 મેગાવોટ વિજળી બનાવવાની ક્ષમતા
ચારણકા ગામમાં 5 હજાર એકરમાં બનેલા ગુજરાતના સૌર ઉર્જા પ્લાન્ટમાં 500 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરી શકાય છે.

અનેક લોકોએ આપ્યો સાથ
ગુજરાતમાં બનેલા આ સોલાર પ્લાન્ટને બનાવવા માટે એલેક્ટ એસટ્રલ, યુએસની સન એડીસન, લૈંકો સોલાર, રોહા ડાયકેમ ઉપરાંત ગુજરાત સોલાર પાવરે સહયોગ આપ્યો.

સામાન્ય લોકોને આપવામાં આવી ટ્રેનિંગ
ગુજરાતમાં બનેલા આ સોલાર પાવર પ્લાન્ટમાં ત્યાં રહેતા સામાન્ય લોકોને ટ્રેનિંગ આપવામાં જેનાથી તેમને રોજગારી મળી શકે.

ચીનના સોલાર પાર્ક કરતા છે પણ મોટું
ગુજરાતમાં બનેલું સોલાર પાર્ટથી 214 મેગાવોટ એનર્જી જનરેટ કરવાની ક્ષમતા છે, જે ચીનમાં બનેલા 200 મેગાવોટ ગોલમુંડ સોલાર પાર્કથી મોટું છે.

કેનાલ ટોપ 1 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ
ગુજરાતમાં વિશ્વનું પહેલો એવો સોલાર પ્લાન્ટ છે જે કોઇ કેનાલ પર બનાવવામાં આવ્યો છે, તેને નર્મદા બ્રાન્ચ કેનલ નેટવર્ક નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ચંદ્રાસણ ગામ પાસે બનેલું છે, જે દર વર્ષે 1.6 મિલિયન યુનિટ વિજળીનું ઉત્પાદન કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
