રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન : અશ્વિની વૈષ્ણવ
ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સને સંબોધિત કરતાં મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્ય
ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સને સંબોધિત કરતાં મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી વૈષ્ણવે ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ દેશને રોજગાર શોધનારાઓને બદલે રોજગાર સર્જકોનો દેશ બનાવવામાં સ્ટાર્ટઅપનું સવિશેષ યોગદાન છે.
મંત્રી વૈષ્ણવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલી 'ડિજિટલ ઈન્ડિયા ભાષિની' પહેલ થકી વૉઇસ-આધારિત ઍક્સેસથી વિવિધ ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની પહોંચ સરળ બનશે તેમ જણાવી આ દિશામાં દેશના દરેક સ્ટાર્ટઅપને આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો.
દેશના વિવિધ શહેરોમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ્સને શોધીને તેને યોગ્ય પ્લેટફોર્મ આપી એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા 'ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)' પહેલ શરુ કરવામાં આવી છે. નવા સ્ટાર્ટઅપ્સને ડિજિટલ હેલ્થ ક્ષેત્રે શોધ-સંશોધન કરવા મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દેશમાં નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતા માટે એક મજબૂત અને વ્યાપક ઇકોસિસ્ટમની રચના કરવી એ સ્ટાર્ટઅપનો મુખ્ય હેતુ છે.
મંત્રી ચંદ્રશેખરે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી. પહેલના પ્રારંભમાં દેશમાં માત્ર ગણતરીના જ સ્ટાર્ટઅપ હતા જ્યારે આજે ૭૩ હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
મંત્રી ચંદ્રશેખરે આ કોન્ફરન્સ વિશે જણાવતા કહ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ સ્ટાર્ટઅપ લિડર્સ એક મંચ પર આવીને પોતાના અનુભવો જણાવશે અને આર્થિક વિકાસ માટે રોડ મેપ તૈયાર કરશે. રાષ્ટ્રના ઉભરતાં સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા કેન્દ્ર-રાજ્ય સરકાર જરૂરી એવી તમામ સહાય પુરી પાડશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ અને આઈ.ટી સચિવ અલકેશકુમારે સ્વાગત પ્રવચન કરી કોન્ફરન્સની રૂપરેખા આપતાં જણાવ્યું હતુ કે, આ કોન્ફરન્સ દરમિયાન ''ઈન્ડિયા વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ-કન્ટિન્યૂઈંગ ઈટ્સ ગ્રોથ'', ''બિલ્ડિંગ ટેકનોલોજીસ ફોર ઈન્ડિયા એન્ડ વર્લ્ડ'', ''કેટેલાઈઝિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઈન ટિયર-II એન્ડ III સિટિઝ'' અને '' કોર્પોરેટ કોલોબ્રેશન એન્ડ રેકોગનાઈઝેશન'' જેવા સત્રો યોજાશે જેમાં વિવિધ સ્ટાર્ટઅપ લિડર્સ સહભાગી થશે.
આ કોન્ફરન્સમાં ગઝલ અલઘ (મમા અર્થ), નાથ રામકૃષ્ણન (ઝેટવર્ક), પરાગ નાઈક (સાંખ્ય લેબ્સ), રોહન વર્મા (મેપ માય ઈન્ડિયા), વરુણ ખેતાન (અર્બન કંપની), અનિલ શર્મા (ટીસીએસ), સોનિયા ચોક્સી (મેચ માય ટેલેન્ટ) અને દિવ્યા શેટ્ટી (સર્કલ એક્સ) સહિતના દેશના ખ્યાતનામ સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર્સે પોતાના અભિપ્રાય-મંતવ્યો રજૂ કર્યાં હતા.
આ કોન્ફરન્સમાં વિવિધ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સ, કો-ફાઉન્ડર્સ, ઉદ્યોગ સાહસિકો, ટેકનિકલ નિષ્ણાંતો સહભાગી થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
