Gujarat Election: શશિ થરુર ગુજરાત ચૂંટણીથી રહેશે અળગા, સ્ટાર પ્રચારકોની યાદીમાં નહોતુ નામ
કોંગ્રેસ નેતા શશિ થરુરે કથિત રીતે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરાયા બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષના પ્રચાર અભિયાનથી ખુદને અળગા કરી દીધા છે.
Gujarat Election: કોંગ્રેસ નેતા શશિ થરુરે કથિત રીતે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરાયા બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષના પ્રચાર અભિયાનથી ખુદને અળગા કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શશિ થરુરને ગુજરાત કોંગ્રેસના છાત્ર એકમે આમંત્રણ આપ્યુ હતુ પરંતુ તેમણે ત્યાં જવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે કોંગ્રેસે થરુરને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હોવાનો ઈનકાર કરી દીધો છે.

કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનુ કહેવુ છે કે શશિ થરૂર પહેલા ક્યારેય સ્ટાર પ્રચારકોની યાદીમાં નહોતા. કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દિગ્વિજય સિંહ, કમલનાથ, સચિન પાયલટ, તારિક અનવર, બીકે હરિપ્રસાદ, અશોક ચવ્હાણ, શક્તિ સિંહ ગોહિલ, રઘુ શર્મા, મોહન પ્રકાશ સહિત ઘણા મોટા નેતાઓ ગુજરાત ચૂંટણી માટે પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં પવન ખેડા, ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, કન્હૈયા કુમાર, કાંતિલાલ ભુરિયા, ઈમરાન પ્રતાપગઢી, અમરિંદર સિંહ રાજા બ્રાર, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ વગેરેના નામ પણ સામેલ છે. આ ઉપરાંત જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, સચિન પાયલટ પણ રાજ્યમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર લગભગ નહીંવત છે. બીજી તરફ આમ આદમી પાર્ટી રાજ્યમાં રેલીઓ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અહીં સતત રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં સાણંદ સહિત 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
