MLA પદેથી બાપુનું રાજીનામું, કહ્યું, કોઇ પક્ષમાં નહીં જોડાઉં
કપડવંજના ધારાસભ્ય પદેથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું
ગુજરાત રાજ્યસભા ચૂંટણી પછીથી શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યા હતા. ત્યાર બાદ બુધવારે શંકરસિંહે પણ આખરે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. શંકરસિંહ વાઘેલા કપડવંજના ધારાસભ્ય હતા અને આ પદેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સૂચક હાજરી જોવા મળી હતી.

બાપુએ કોંગ્રેસ છોડ્યા બાદથી તેઓ ભાજપમાં જોડાવાના હોવાની વાતોએ જોર પકડ્યું હતું, હવે બાપુના રાજીનામાં બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હતી. જો કે, રાજીનામાં બાદ શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ કોઇ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું ઘણા વખતથી રાજીનામું આપવાનો વિચાર કરતો હતો. કપડવંજના ધારાસભ્ય પદેથી મેં રાજીનામું આપ્યું છે, આ વિસ્તારના લોકોનો આભાર માનું છું. હું રાજકારણમાં તો રહીશ, પરંતુ હવે કોઇ રાજકીય પક્ષમાં નહીં જોડાઉં. હું કોઇની ખેસ કે કંઠી ધારણ કરવાનો નથી.
તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'બાપુ અમારા વડીલ છે, તેથી અમે હાજર રહ્યાં. હવે બાપુ કોંગ્રેસના નથી. બાપુના રાજીનામાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે, એ વાત તો ચોક્કસ છે.' હવે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકો કઇ રણનીતિ સાથે સામે આવશે, એ જોવાનું રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
