ગુજરાતમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટી શરૂ
અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં બળાત્કારના 1440 કિસ્સાઓ નોંધાયા છે. આ ઉપરાંત મહિલાઓ સામે થતા અત્યાચારમાં પણ વધારો થયો છે. આવા સમયે ગુજરાતમાં એક નવી પહેલ મહિલાઓને શારિરીક શોષણ થતું અટકાવવામાં મદદરૂપ બની શકે છે. શુક્રવારે અમદાવાદમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટી લોન્ચ કરવામાં આવી છે.
આ અંતર્ગત હવે ગુજરાતમાં જ્યાં 10થી વધારે મહિલાઓ કર્મચારીઓ હોય તેવી સરકારી, અર્ધસરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓમાં મહિલાઓની જાતીય સતામણી થતી અટકાવવા માટે દરેક સંસ્થામાં ફરજીયાત ઇન્ટર્નલ કમ્પલેઇન કમિટીની રચના કરવી પડશે.

ગુજરાત ઇલેકટ્રોનિકસ એન્ડ સોફટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (GESIA)એ ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. એસ.કે.નંદાની હાજરીમાં તેનો શુભારંભ કર્યો છે. આ સમયે નંદાએ પત્રકારોને કહ્યું કે સરકારી કચેરીઓ અને અન્ય કામકાજનાં સ્થળોએ મહિલાઓની ફરીયાદના નિકાલ માટે આંતરિક ફરીયાદ સમિતિની રચના કરવી ફરજીયાત છે અને આ આંતરિક સમિતિના નિયમ મુજબ એક્સટર્નલ મેમ્બરની નિમણૂક કરવી જરૂરી હોય છે.
સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટીનાં કન્વીનર રૂઝાન ખંભાતાએ કહ્યું કે આ નવા એકટનું અમલીકરણ એ સૌના માટે મોટો પડકાર છે. એકસટર્નલ કમિટીના મેમ્બર્સ મળતા નથી, જેના માટે અમે ગુજરાતની વિવિધ વ્યકિતઓની કમિટીમાં નિમણૂક કરીને પેનલ બનાવી છે. આ કમિટીના સભ્યો જ્યારે જરૂર પડે ત્યારે કોઇ પણ સંસ્થા ઇન્ટર્નલ કમ્પલેઇન કમિટીમાં બાહ્ય સભ્ય તરીકે નિમણૂંક થશે અને મહિલા દ્વારા કરવામાં આવેલી ફરીયાદોના નિકાલ માટે માનદ સેવા આપશે.
આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડેર રિસોર્સ સેન્ટરના ડો. દિનેશ કાપડિયાએ કહ્યું કે કામકાજના સ્થળે મહિલાને જાતીય સતામણી અંગે બનાવ બન્યાના દિવસથી 90 દિવસ સુધીમાં કરી શકાય છે. ઇન્ટર્નલ કમિટિએ 90 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે. તપાસ સામે અપીલમાં જવું હોય તો 90 દિવસમાં અપીલ થઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
