SEWAના સ્થાપક ઇલાબેન ભટ્ટનુ નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ
સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસીએશન (સેવા)ના સ્થાપક અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ ઈલા ભટ્ટનું નિધન થયું છે. ઇલાબેન 89 વર્ષના હતા. પદ્મ ભૂષણ ઇલા ભટ્ટ એક મહિના અગાઉ જ તબિયત ખરાબ થવાના કારણે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્ય
સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસીએશન (સેવા)ના સ્થાપક અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ ઈલા ભટ્ટનું નિધન થયું છે. ઇલાબેન 89 વર્ષના હતા. પદ્મ ભૂષણ ઇલા ભટ્ટ એક મહિના અગાઉ જ તબિયત ખરાબ થવાના કારણે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે આ પદ લગભગ આઠ વર્ષ સુધી સંભાળ્યું હતું.

ઇલાબેનના નિધન બાદ પીએમ મોદીને દુખ વ્યક્ત કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતુ કે ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥
— Narendra Modi (@narendramodi) November 2, 2022
ઇલાબેન કાયદાવિદનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સહકાર ક્ષેત્રે, ગાંધીયન ફિલોસોફી અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે દેશ દુનિયામાં અગ્રણી હસ્તીઓની હરોળમાં આવતા હતા. તેમને ભારત સરકારે પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. સેવાના સ્થાપક અને લગભગ બે દાયકા સુધી તેનું મહાસચિવ તરીકે સંચાલન કરનાર ઈલા ભટ્ટને મેગસેસે એવોર્ડ પણ મળ્યા હતા.
અમદાવાદ ખાતે ઈલાબેન ભટ્ટનું આજે અવસાન થયું છે. ઇલા બેનના પુત્રએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આજે બપોરે 12:20 વાગ્યે ઇલાબેન ભટ્ટનું નિધન થયું હતું. થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો, જેના બાદ ગોલબ્લેડરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઓપરેશન બાદ ઇલાબેનને ગેંગરીનની સમસ્યા થઈ હતી. શરીરના જુદા જુદા અંગોમાં સમસ્યાને કારણે બપોરે 12.20 વાગ્યે નિધન થયું છે. આવતીકાલે સવારે 9 વાગે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
ઇલાબેને 1972માં ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક સેવા બની ગયું છે. લગભગ હાજર જેટલી મહિલાઓથી બનેલું આ જૂથ આજે 20 લાખ જેટલા સભ્યો ધરાવે છે. પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે 2012માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
