ગુજરાતમાં સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ 7 જૂનથી ફરીથી શરૂ, યુનિવર્સિટીનુ એકેડેમિક કેલેન્ડર થયુ જાહેર
ગુજરાત સરકારે 7 જૂનથી ફરીથી એક વાર સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ કોરોનાના કેસ હવે સતત ઘટી રહ્યા છે અને એવામાં ગુજરાત સરકારે પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂ કરી દીધી છે. સરકારે 7 જૂનથી ફરીથી એક વાર સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સરકારી યુનિવર્સિટીઝ માટે જાહેર શૈક્ષણિક કેલેન્ડરના જણાવ્યા મુજબ બધી સ્કૂલો ઉપરાંત UG સેમિસ્ટર-3 અને PG સેમિસ્ટર-3 માટે 7 જૂનથી ઑનલાઈન અભ્યાસ શરૂ થશે.

ગુજરાત શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર પહેલા સેમિસ્ટરની તારીખનુ એલાન પણ જલ્દી કરવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓનો અભ્યાસ હાલમાં ઘરે બેસીને જ થશે. કોરોનાના ઘટતા કેસો વચ્ચે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે ખાનગી-સરકારી બધા કાર્યાલયોમાં 100 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની અનુમતિ આપી દીધી છે. આ આદેશ પણ 7 જૂનથી પ્રભાવી થશે. જનસંપર્ક તેમજ સૂચના વિભાગે આની માહિતી આપી.
સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્દેશ જાહેર કરીને કહ્યુ હતુ કે હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સલુન સહિત બધા વેપાર-ધંધામાં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં રેસ્ટોરાં રાતે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકશે. કોરોના કેસ ઘટતા આ રાહત આપવામાં આવી. જો કે બે-અઢી મહિના પહેલા નવા દર્દી 14000થી ઉપર પહોંચી ગયા હતા. પરંતુ હવે રોજના 1600થી ઓછા આવી રહ્યા છે. જો કે નાઈટ કર્ફ્યુમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
