Sabarkantha Lok Sabha Election Results 2024 LIVE Gujarati: સાબરકાંઠા રિઝલ્ટ, શોભાબેન બરારિયા Vs તુષાર ચૌધરી
Sabarkantha Lok Sabha Election Result Live in Gujarat: સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાં આવેલી લોકસભા સીટ છે. આ લોકસભા સીટમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ જેવા વિધાનસભા મતવિસ્તારો સામેલ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના દિપસિંહ શંકરસિંહ રાઠોડે સાબરકાંઠા લોકસભા બેઠક પર 701,984 મત મેળવી જીત હાંસલ કરી હતી. 2014માં પણ ભાજપના દિપસિંહ રાઠોડ જ સાબરકાંઠા બેઠક જીત્યા હતા.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપે સાબરકાંઠા સીટ પરથી શોભના બારૈયાને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે તેમની સામે તુષાર ચૌધરીને ઉભા કર્યા હતા. સાબરકાંઠામાં કૂલ 19 લાખ 76 હજાર 349 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 63.56 ટકા એટલે કે 12 લાખ 56 હજાર 210 મતદારોએ લોકસભા ચૂંટણી 2024માં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સાબરકાંઠા બેઠકમાં ભાજપ જીતની હેટ્રિક લગાવી ચૂક્યું છે. 2009માં પણ ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણ સાબરકાંઠાથી ચૂંટાઈને સંસદ ભવન પહોંચ્યા હતા. જો અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ પર નજર ફેરવીએ તો કોંગ્રેસ 11 વખત સાબરકાંઠા બેઠક જીતી છે જ્યારે ભાજપ માત્ર 4 વખત જ સાબરકાંઠા બેઠક જીત્યું છે.
પરંતુ છેલ્લી 3 ટર્મથી મોદી મેજિકને પગલે ભાજપ પક્ષ સતત આ બેઠક જીતતો આવી રહ્યો છે. પરંતુ શું ભાજપ પોતાની જીતનો સિલસિલો યથાવત રાખી શકશે કે પછી કોંગ્રેસ ફરીથી પોતાનો જૂનો ગઢ ગણાતી સાબરકાંઠા જીતવામાં સફળ થશે? જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે અને મેળવો Sabarkantha result live માત્રને માત્ર વનઈન્ડિયા ગુજરાતી પર.
લાઇવ અપડેટ
8:25 AM - કોંગ્રેસે લીડનું પોતાનું ખાતું ખોલ્યું છે. ગુજરાતની એક સીટ પર લીડ મેળવી છે. શરૂઆતી ટ્રેન્ડ આવવા શરૂ થઈ ગયા છે. સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
9:34 AM - સાબરકાંઠામાં કોંગ્રેસ માટે નિરાશાજનક સમાચાર, તુષાર ચૌધરીની લીડ તુટી રહી છે. હવે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા આગળ ચાલી રહ્યાં છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
