પશુપાલકો સામે ઘુંટણીએ પડી સાબર ડેરી, નવા ભાવફેરની જાહેરાત કરી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે એક સારા સમાચાર આવ્યા છે. 5 દિવસથી ચાલી રહેલા વિરોધ પછી સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ડેરીના બોર્ડ મીટીંગમાં નિર્ણય લેવાયો છે કે હવે પશુપાલકોને 995 પ્રતિ કિલો ફેટના દરે પેમેન્ટ કરવામાં આવશે. અગાઉ 960ની દરે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવતું હતું. હવે આમાં 35નો વધારો કરવામાં આવ્યો છે.

ડેરીએ સ્પષ્ટ કર્યું છે કે તફાવત રૂપે વધારાનુ પેમેન્ટ સાધારણ સભા પછી ચૂકવવામાં આવશે. આ નિર્ણય ડેરીના ચેરમેન દ્વારા સંસદ સભ્ય શોભનાબેન બારૈયા, ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રદેશ અને જિલ્લાના ભાજપ નેતાઓ અને કિસાન સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ લેવાયો છે.
સાબરકાંઠા-અરવલ્લીના અનેક તાલુકાઓના આગેવાનો સાથે સતત ચર્ચાઓ પછી આ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના આ પગલાથી પશુપાલકોમાં સંતોષ જોવા મળી શકે છે અને દૂધની આવક પણ ફરી સ્થિર થઈ શકે છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
