સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ, દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો
સાબર ડેરી સામે પશુપાલકોની પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે દૂધની આવકમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
દૂધના ભાવમાં વધારાની માંગ સાથે પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યુ છે, જેના પરિણામે ડેરીમાં દૈનિક આવક 26 લાખ લિટરથી ઘટીને હવે માત્ર 10 લાખ લિટર જેટલી રહી છે.

ડેરી સંચાલકોએ દૂધની અછત સામે પગલાં રૂપે ભેસના દૂધનુ વેચાણ હાલ પૂરતું બંધ કરી દીધુ છે. દૂધની આવકમાં ઘટાડાને કારણે ભેસના દૂધમાંથી બનેલ ઉત્પાદનોનું ઉત્પાદન તાત્કાલિક અસરથી રોકવામાં આવ્યું છે.
છેલ્લા બે દિવસથી ડેરીના દૂધ અને છાશના પાઉચનું વિતરણ બંધ હતું. પરંતુ હવે પોલીસ બંદોબસ્ત તથા ડેરીના બાઉન્સરોની હાજરીમાં પાઉચ સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓના અમુલ પાર્લરો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
વિશેષ રૂપે અરવલ્લી જિલ્લામાં તમામ અમુલ પાર્લર પર દૂધ અને છાશનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
હાલ ભેસનું દૂધ ઉપલબ્ધ ન હોવાથી તેના સ્ટોકમાં પણ ખોટ જોવા મળી રહી છે. ડેરી પ્રશાસન તરફથી હાલમાં સુધી આંદોલન શાંત કરવાનો કોઇ સકારાત્મક સંકેત મળ્યો નથી, જેના લીધે અચોક્કસ સમય સુધી દૂધની અછત રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
