..અને મુંબઇના માર્ગો પર બેનર લઇને ઉભો રહી ગયો રોડીઝ ફેમ રઘુ
મુંબઇ, 21 એપ્રિલ: ભારત લોકતાંત્રિક દેશ છે. ભારતને વિશ્વમાં સૌથી મોટી ડેમોક્રેસી માનવામાં આવે છે. લોકતંત્ર એટલે લોકો દ્વારા ચાલતું લોકોનું તંત્ર. જેમાં કોઇને પણ પોતાનો પક્ષ રાખવાનો, કોઇ પક્ષને ચૂંટવાનો, કોઇ પક્ષના સમર્થનમાં ઉભા રહીને પોતાની વાત કહેવાનો અધિકાર છે. 2014ની લોકસભા ચૂંટણી દિવસેને દિવસે વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. રસપ્રદ એટલા માટે કે દેશમાં નવી નવી પાર્ટીઓનો જન્મ થઇ રહ્યો છે, અને બીજું એ કે બોલીવુડ ઉપરાંત જાણીતી હસ્તીઓ પણ રાજકારણમાં પોતાનો રસ દાખવી રહી છે.
જે બોલીવુડ અત્યાર સુધી માત્ર વોટ કરવાની અપીલ કરતું જ જોવા મળતું હતું તે હવે એવું કહેતા થયા છે કે તમે આ પાર્ટીને વોટ આપજો કે ફલાણી પાર્ટીને વોટ આપજો. વાત અહીં સુધી વધી ગઇ કે હમણા મૂળ ગુજરાતી લેખક અંજુમ રજબઅલીએ એવો મેઇલ ફરતો કર્યો જે ભાજપ અને મોદી વિરોધી હતો. આ અભિયાનમાં મોટા લોકો જોડાયા તેમ જ ઘણા લોકો મોદીના પડખે રહ્યા. જોકે મધુર ભંડારકરે આવા અભિયાનનો વિરોધ નોંધાવ્યો હતો. એટલે આ વખતની ચૂંટણીમાં બોલીવુડ પણ એટલું જ સક્રીય છે. આ વખતની ચૂંટણીમાં 22 જેટલા ઉમેદવારો તો બોલીવુડની હસ્તીઓ છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ ઉભરીને બહાર આવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં દરેક રાજ્યોમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ ઘણી સેલિબ્રિટીઓને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ખડા કર્યા છે. જેના પગલે મુંબઇમાં આજે જાણીતા કલાકારોએ રસ્તાઓ પર કંઇક આવી રીતે પ્રચાર કર્યો હતો. આ કલાકારોમાં જાણીતા રિયલટી શો રોડીઝ ફેમ રઘુ રામ પણ મુંબઇના માર્ગો પર પોતાના હાથમાં પાટિયું પકડીને એવો પ્રચાર કર્યો હતો કે હું રઘુરામ નહીં પરંતુ આમ આદમી છું.
જુઓ કંઇ કંઇ સેલિબ્રિટી મુંબઇના માર્ગો પર પાટીયું પકડીને ઉભી રહી હતી...

રઘુ રામ
'હું રઘુરામ નહીં પરંતુ આમ આદમી છું'

રણવીર શેઓરે
'હું રણવીર શેઓરે નહીં પરંતુ આમ આદમી છું'

સુગંધા રામ
'હું સુગંધા રામ નહીં પરંતુ આમ આદમી છું'

તેજસ્વીની કોલ્હાપુરે
'હું તેજસ્વીની કોલ્હાપુરે નહીં પરંતુ આમ આદમી છું'

રાજેશ ખેરા
'હું રાજેશ ખેરા નહીં પરંતુ આમ આદમી છું'

મોના અંબેગાઓન્કર
'હું મોના અંબેગાઓન્કર નહીં પરંતુ આમ આદમી છું'

અશ્વિની ચૌધરી
'હું અશ્વિની ચૌધરી નહીં પરંતુ આમ આદમી છું'

હંસેલ મેહતા
'હું હંસેલ મેહતા નહીં પરંતુ આમ આદમી છું'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
