સુરતમાં છડે ચોક ચપ્પુની અણીએ લૂંટ, ઘટનાનો વીડિયો વાયરલ
ગુજરાતમાં સુશાસનના દાવાઓ વચ્ચે ગુનેગારો બેફામ ફરી રહ્યા છે. એક દિવસ એવો નથી હોતો કે રાજ્યમાં હત્યા કે લૂંટની ઘટનાઓ ન બની હોય. હવે તો હાલત એ છે કે મહાનગરોમાં છડે ચોક લુટારાઓ લૂંટને અંજામ આપી રહ્યો છે. લાગે છે કે રાજ્યમાં
ગુજરાતમાં સુશાસનના દાવાઓ વચ્ચે ગુનેગારો બેફામ ફરી રહ્યા છે. એક દિવસ એવો નથી હોતો કે રાજ્યમાં હત્યા કે લૂંટની ઘટનાઓ ન બની હોય. હવે તો હાલત એ છે કે મહાનગરોમાં છડે ચોક લુટારાઓ લૂંટને અંજામ આપી રહ્યો છે. લાગે છે કે રાજ્યમાં હવે ગુનેગારોને પોલીસની કોઈ બીક નથી રહી.

ગુજરાતમાં ગુનાખોરીમાં અવ્વલ સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના રાવતપુરા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટ થઈ છે. સૌથી મોટી વાત એ છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાવતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન બે શખ્સો આવ્યા હતા અને જુગાર રમતા યુવાનોને લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટ લિંબાયતના કુખ્યાત ગુનેગાર વિક્રમે કરી હોવાનું સામે આવ્યુ છે. લૂંટ કરવા આવેલો આરોપી રીઢો ગુનેગાર છે. ભૂતકાળમાં પણ તેનો એક વીડિયા વાયરલ થયો હતો.આ મામલે તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
સુરતમાં ગુનાખોરી વધતા પોલીસની નિષ્ક્રિયતા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતમાં હવે ગુનેગારોન પોલીસનો કોઈ ડર નથી એવુ લાગી રહ્યું છે. છડે ચોક આરોપીઓ ચપ્પુ બતાવી લોકોને લુંટે ત્યારે પોલીસ પર સવાલ ઉઠે તે સ્વભાવિક છે. આરોપીઓ ચપ્પુની અણીએ રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
