પોલિસે રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે કરી મારપીટ, જાણો કારણો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકીને એક પોલિસકર્મીએ સોમવારે વાળ ખેંચીને માર માર્યો. રીવા પોતાની કારથી ક્યાંક જઈ રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકીને એક પોલિસકર્મીએ સોમવારે વાળ ખેંચીને માર માર્યો. રીવા પોતાની કારથી ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન તેમની કાર એક પોલિસકર્મીના બાઈક સાથે ટકરાઈ ગઈ. જે બાદ બંનેમાં કંઈક બોલાચાલી થઈ અને પછી પોલિસકર્મીએ રીવાને થપ્પડ મારી દીધી. આ ઘટના જામનગરના સરુ સેક્શન રોડ રોડ પાસેની બતાવવામાં આવી રહી છે.

આરોપી પોલિસકર્મીનું નામ સંજય આહિર

આરોપી પોલિસકર્મીનું નામ સંજય આહિર

આરોપી પોલિસકર્મીનું નામ સંજય આહિર બતાવવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા પોતાની બીએમડબ્લ્યુ કારમાં હતી અને તેની સાથે કારમાં એક નાનુ બાળક પણ હતું. આ દરમિયાન આ ઘટના બની.

આરોપી પોલિસકર્મીની ધરપકડ

આરોપી પોલિસકર્મીની ધરપકડ

આ ઘટના બાદ આરોપી પોલિસકર્મી સંજય આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. જામનગર જિલ્લાના પોલિસ અધિક્ષક પ્રદીપ સેજુલે ઘટના વિશે જાણકારી આપતા કહ્યુ કે આ કથિત ઘટના જામનગરમાં સરુ સેક્શન રોડ પર થઈ, જ્યારે જાડેજાની પત્ની રીવા જાડેજાની કારથી કથિત રીતે કોન્સ્ટેબલ સંજય આહિરની મોટરસાઈકલને ટક્કર લાગી. ત્યારબાદ તેણે હુમલો કર્યો.

પોલિસે કરી કાર્યવાહી, આરોપીની ધરપકડ

પોલિસે કરી કાર્યવાહી, આરોપીની ધરપકડ

પોલિસનું કહેવુ છે કે રીવા જાડેજાની કારની મોટરસાઈકલ સાથે ટક્કર બાદ પોલિસકર્મીએ તેની સાથે ઝપાઝપી કરી. અમે તેમને દરેક સંભવ મદદ કરી રહ્યા છે અને પોલિસકર્મી સામે કડક કાર્યવાહી કરીશુ.

“પોલિસકર્મીએ રીવા જાડેજાને ખરાબ રીતે મારી”

“પોલિસકર્મીએ રીવા જાડેજાને ખરાબ રીતે મારી”

ઘટના નજરે જોનાર સાક્ષીનું કહેવુ છે કે પોલિસકર્મીએ રીવા જાડેજાને ખરાબ રીતે મારી. વળી, બીજા એક સાક્ષીએ કહ્યુ કે પોલિસકર્મીએ રીવાને મારી અને ઝઘડા દરમિયાન તેના વાળ પણ ખેંચ્યા. અમે તેને (રીવા) ને બચાવી. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને રીવા સોલંકીના લગ્ન 17 એપ્રિલ 2016 ના રોજ થયા હતા. આ લગ્નમાં ઘણા મોટા સિતારાઓ શામેલ થયા હતા. હાલમાં જાડેજા આઈપીએલમાં વ્યસ્ત છે, તેમની ટીમ આજે એટલે કે મંગળવારે હૈદરાબાદ સનરાઈઝર્સ સામે મેચ રમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X