રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા માટે ૧ર૧ કરોડ ફળવાયા!
રાજ્ય સરકારે એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા માટે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા માટે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ મહાનગરપાલિકાને પ૦ ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે ૧૦ વર્ષ માટે કુલ ૯૧ કરોડ રપ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.

ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે ૭ વર્ષ માટે કુલ ર૦ કરોડ ૪૪ લાખની રકમ ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સિવાય ભૂજ નગરપાલિકાને પણ રર સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની ૮ મહાનગરપાલિકા તથા અ વર્ગની રર નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી ૧૧૮૯ બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અમદાવાદ-૬રપ, વડોદરા-પ૦, સુરત-૪૦૦, જુનાગઢ-રપ અને જામનગર-૧૦ એમ ૧૧૧૦ બસ માટેની મંજૂરી તથા અ વર્ગની રર નગરપાલિકાઓ પૈકી ૮ નગરપાલિકાઓમાં ૭૯ બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.
સરકાર સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM મારફતે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે સંબંધિત મહાનગર-નગરમાં બસ સેવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. સરકારે ત્રણેય દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ PPP ધોરણે બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
