મુખ્યમંત્રી નગરો અને મહાનગરોના વિકાસ માટે 6.74 કરોડના 594 કામ કર્યા મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે અત્યાર સુધીમાં પ્રાથમિક જરૂરિયાતના પ૯૪ કામો માટે કુલ ૬૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો સહિતના કામો હાથ ધરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં-૯૩, વડોદરામાં-૮૦, સુરતમાં-૧૩૪, રાજકોટમાં-૧૪, ભાવનગરમાં-પર, જામનગરમાં-૨, જૂનાગઢમાં-૯ અને ગાંધીનગરમાં-૩ એમ ૮ મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં કુલ ૩૮૭ કામો માટે ૬ર૯ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મંજૂર કરેલા છે.
આ કામો અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસના ૩ કામો માટે ર૪.૩ર કરોડ રૂપિયાના કામો માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ વિકાસ કામોમાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૧ માં તથા વોર્ડ નં. ૧૧ માં નવા ભળેલા મોટા મૌવા વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇનના નેટવર્કના કામોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.
મુખ્યમંત્રીએ ૮ મહાનગરો સાથે ૧ર જેટલી નગરપાલિકાઓમાં પણ આઉટગ્રોથ વિસ્તારના કુલ ર૦૭ વિકાસ કામો માટે અત્યાર સુધીમાં એટલે કે પાછલા બે વર્ષમાં કુલ ૪૪.પ૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
તદ્દઅનુસાર, ભુજ, દ્વારકા, ગોંડલ, અમરેલી, વેરાવળ-પાટણ, માંડવી-કચ્છ, અંજાર, રાપર, પાલનપૂર, માળિયા-મિયાણા, જેતપૂર-નવાગઢ તથા સાવરકુંડલા નગરપાલિકાઓને આ રકમ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોના હેતુસર ફાળવવામાં આવેલી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ ઉજવણી વર્ષ ૨૦૧૦ માં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની ભાવના સાથે શરૂ કરાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારે નગર સુખાકારીના વિકાસ કામોને ગતિ આપતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને આ વર્ષના બજેટમાં રૂ.૮૦૮૬ કરોડની જોગવાઇ સાથે ર૦ર૪ સુધી લંબાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
