રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો, અર્ક વાળી 106 બોટલનો નાશ
રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો, આર્ક વાળી એક્સપાયરી વાળી બોટલોનો કર્યો નાશ.
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પરા બજારમાં આવેલી એ.એ.ટ્રેડર્સ પર દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના પરા બજારમાં અર્ક વેચતા વેપારી એ.એ.ટ્રેડર્સને ત્યાં દરોડો પાડી આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક્સપાઇરી ડેટ વાળી અર્કની 106 જેટલી બોટલોનો નાશ કર્યો હતો. નોંધનીય છે કે આ બોટલોમાં શુધ્ધ ધી, કેસર,સીતાફળ,અંજીર,નાળિયેર પાણી અને અર્કનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હતું.

નોંધનીય છે કે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ પહેલા પણ અનેક વાર અલગ અલગ ખાદ્ય પદાર્થની દુકાનો રેડ પાડવામાં આવી છે. અને મોટી માત્રામાં અખાદ્ય પદાર્થોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હાલ ગરમીની ઋતુમાં બરફ ગોળાથી લઇને શરબતમાં પણ આ પ્રકારના ફ્લેવર્સ વાળા અર્ક અને પાણી મેળવવામાં આવે છે. અને પાછળથી તેમાં અખાદ્ય તત્વો ભળેલા હોવાના કારણે લોકોને ઝાડા-ઉલટી જેવી બિમારીઓ પણ થાય છે.












Click it and Unblock the Notifications
