ગુજરાતી એક્ટ્રેસના બ્રહ્માકુમારી સંસ્થા પર ગંભીર આક્ષેપ, નશાની હાલતમાં બળાત્કારનો આરોપ
રાજસ્થાનના જાલોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાણીતી ગુજરાતી એક્ટ્રેસે પોતાના પર થયેલા જાતીય શોષણ અંગે ગંભીર ખુલાસા કર્યા છે.
છેલ્લા સાત વર્ષથી બોલીવુડમાં સક્રિય આ એક્ટ્રેસ છેલ્લા ચાર-પાંચ વર્ષથી શાંતિ અને આધ્યાત્મિકતા માટે બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલી હતી.

એક્ટ્રેસનો આરોપ છે કે માઉન્ટ આબુના જ્ઞાન સરોવરમાં સેવા આપતા અમિત રાઠોડ નામના શખ્સે પરિચય કેળવી તેને પોતાની જાળમાં ફસાવી હતી.
પીડિતાએ જણાવ્યું કે અમિતે તેને પ્રસાદમાં નશીલી વસ્તુ ખવડાવી હતી, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેનું શારીરિક શોષણ થયું હતું. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે શરીરના દુખાવા અને નબળાઈના કારણે તેણે અમિતને પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેણે મોં બંધ રાખવાની ધમકી આપી હતી.
બાદમાં આરોપી તેને અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલીને બ્લેકમેલ કરવા લાગ્યો અને સતત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
એક્ટ્રેસે વધુમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે સંસ્થાના વડીલો અને પ્રભા બહેનને ફરિયાદ કરી, ત્યારે તેને ન્યાય આપવાને બદલે મારી નાખવાની ધમકી મળી હતી.
તેણે આક્ષેપ કર્યો કે પોલીસ પણ સંસ્થાના ઈશારે કામ કરી રહી છે અને ભરૂચ કે આબુમાં તેની કોઈ ફરિયાદ સાંભળવામાં આવી નથી. પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવી એક્ટ્રેસે હવે મીડિયા સમક્ષ આવીને ન્યાયની માંગ કરી છે અને તમામ પુરાવા હોવાનો દાવો કર્યો છે.
સામે પક્ષે ભરૂચની બ્રહ્માકુમારી સંસ્થાએ આજે સત્તાવાર નિવેદન જાહેર કરીને એક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. સંસ્થાએ જણાવ્યું કે આ મહિલા સંસ્થાને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે અને અમે ક્યારેય તેને કોઈ પ્રકારની ધમકી આપી નથી. તેઓએ ઓગસ્ટ 2024માં જ આ મહિલા વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી દીધી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
